(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.ર૩
પાલનપુરમાં વિજય એક્સપ્રેસના આદ્યસ્થાપક રાજુભાઇ જોશી અને તંત્રી પ્રલય જોશી સામે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જાનથી મારી નાખવાની અને ખડણીની ખોટી ફરિયાદ ડીસામાં પોલીસ મથક દાખલ કરી છે. તેવી રજૂઆત જિલ્લાના મીડિયા કર્મીઓએ નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાભણીયાને આવેદનપત્ર આપી લેખિતમાં કરી હતી લોકશાહીની ચોથી જાગીરના લોક પ્રહરીઓનું અવાજ બંધ કરવાનું કામ ડીસાના ધારાસભ્યએ કર્યું છે. તેવું જિલ્લાના મીડિયા કર્મીઓ જણાવ્યું હતું. જો કે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની તરફેણમાં આપવા આવેલ આવેદનપત્રનું જિલ્લાના મીડિયા કર્મીઓએ બહિષ્કાર કર્યું હતું. તેમજ નિવાસી અધિક કલેક્ટરને ધારાસભ્યની ખોટી ફરિયાદ બદલ યોગ્ય કાર્યવાહી કરવા મીડિયા કર્મીઓએ રજુઆત કરી હતી. ધારાસભ્ય શશીકાંત પંડ્યા સામે જિલ્લાના મીડિયા કર્મીઓ કેમરા સમક્ષ રોષ વ્યકત કર્યો હતો.
આજે કલેક્ટર કચેરી ખાતે ડીસાના ધારાસભ્યની તરફેણમાં ભલે રજુઆત કરવા આવ્યા હોય પરંતુ ગુજરાત બ્રહ્મ સમાજ પ્રમુખ શૈલેષભાઇ જોશીના આગેવાન હેઠળ પણ નિવાસી અધિક કલેકટરનેને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું મીડિયા સાથેની વાતચીત માં ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઇ જોશી એ જણાવ્યું હતું કે આ બ્રહ્મ સમાજ નો મામલો નથી આ ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને વિજય એક્સપ્રેસના રાજુભાઇ જોશીનો વ્યક્તિગત ફરિયાદનો મામલો હોવાથી આમાં આખા બ્રહ્મ સમાજને ખોટી રીતે બદનામ કરી ભાગલા પડવાની જરૂર નથી.