Ahmedabad

દહિયાને સામાન્ય વહીવટમાં મૂકાતાં તેમની સામેની ફરિયાદોનું હવે શું ?

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રપ
રાજયના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુતવીએ કરેલી ફરિયાદ અંગે મુખ્યમંત્રીએ તપાસ સમિતિ નીતિ છે. તો તેમના ફરજકાળ દરમ્યાન મહિલા કર્મચારીઓએ દહિયા સામે કરેલી ફરિયાદોની તપાસ સરકારનું સામાન્ય વિભાગ કરી રહ્યાની વાત આરોગ્ય સચિવે ગત રોજ કરી હતી. જયારે કે સરકારે દહિયાને હમણા જ બદલી કરીને સામાન્ય વિભાગમાં સંયુકત સચિવ તરીકે મુકયા છે તો જે વિભાગ તેમની વિરૂદ્ધ તપાસ કરી રહ્યું ત્યાં જ તેમને મુકતા તપાસનું શું થશે ? સરકારના આ પગલાને લઈ ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. દિલ્હીની કેન્દ્ર સરકારે બે દિવસ પહેલા રાજયના કેટલાક આઈએએસ અધિકારીઓને પોસ્ટીંગ આપતા તેમની ખાલી પડેલી જગ્યાઓ અન્ય અધિકારીઓની રાજય સરકારે નિમણુકો કરી તે વખતે જ આરોગ્ય વિભાગમાં મિશન ડાયરેકટર તરીકે ફરજ બજાવતા આ ચર્ચાસ્પદ અધિકારી દહિયાની પણ સામાન્ય વહીવટ વિભાગમાં સંયુકત સચિવ પદે બદલી કરવામાં આવી હતી. આ અધિકારી દહિયા હમણા સુધી જયાં ફરજ બજાવતા હતા તે આરોગ્ય વિભાગમાં કેટલીક મહિલા કર્મચારીઓએ દહિયા સામે ઘણી ફરિયાદો કરી હતી તે અંગે સામાન્ય વહીવટ વિભાગ ખાસ કરીને રહ્યું હોવાનું આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ ગત રોજ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. વધુ પ્રશ્નના જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તપાસ બાદ જે કઈ નિષ્કર્ષ આવશે એ પછી કાર્યવાહી હાથ ધરાશે. જો કે અધિકારી વિરૂદ્ધ કેટલી ફરિયાદો આવી છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. હવે પ્રશ્નો એ ઉભા થઈ રહ્યા છે કે જે વિભાગમાં (સામાન્ય વહીવટ) દહિયાને સંયુકત સચિવ પદે નિમાયા છે તે વિભાગ જ તેમની વિરૂદ્ધના આક્ષેપોની તપાસ કરી રહ્યું હોઈ તેનું શું થશે ? એ વિચારવું રહ્યું આ સમગ્ર તપાસનું ફિંડલું જ વળી જશે અને ફરિયાદ કરનાર મહિલા કર્મચારીઓને કોઈ ન્યાય મળશે નહીં તે સ્પષ્ટ જણાય છે ત્યારે મુખ્યમંત્રીએ દહિયા સામેની નીમેલી તપાસને જ આ બધી ફરિયાદોની પણ તપાસ સોંપાય તેવી ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.