(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૩
આંકલાવ પોલીસ મથકના પીએસઆઈ જે.બી.વનારે બાતમીના આધારે ચમારા ભાઠા વિસ્તારમાં મહી નદીના કિનારે આવેલા ફાર્મ હાઉસમાં છાપો મારતા પોલીસને જોઈને બિયરની મહેફિલ માણી રહેલા નબીરાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરી બિયરની મહેફિલ માણી રહેલા જૈમીનભાઈ લીલાધરણભાઈ મકવાણા રહે.ગોત્રી વડોદરા, મુકેશભાઈ ગુલાબભાઈ રાજપૂત રહે. વડોદરા, અક્ષયભાઈ કમલસિંગ રાજપૂત રહે.કારેલી બાગ વડોદરા, નિકુંજભાઈ રાકેશભાઈ પટેલ રહે. કારેલી બાગ વડોદરા, હિરેનભાઈ રમેશભાઈ કહાર રહે.નાગરવાડા વડોદરા, ભરતભાઈ દલસુખભાઈ માછી રહે.કારેલીબાગ વડોદરા, રાકેશભાઈ પુનમભાઈ ચુડાસમા રહે.નાગરવાડા વડોદરા, કૃણાલ ભરતકુમાર પરીખ રહે.વડોદરા, વિપુલભાઈ રાજુભાઈ પઢિયાર રહે.કારેલીબાગ વડોદરા, હર્ષદભાઈ જયંતીભાઈ તડવી રહે.કારેલીબાગ વડોદરા, રાજેન્દ્રભાઈ રમેશભાઈ પઢિયાર રહે.કારેલીબાગ વડોદરા, નરેશભાઈ કિરીટભાઈ ચૌહાણ રહે.વડોદરાને રંગેહાથ ઝડપી પાડી તેઓનું પરિક્ષણ કરતા બારેય યુવકો બિયરના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે ફાર્મ હાઉસમાંથી વેફરના પેકેટ, સેવ મમરા, સિંગ ભજીયાના પેકેટ તથા બિયરના બે સીલબંધ ટીન તેમજ ૪૦ જેટલા બિયરના ખાલી ટીન દસ મોબાઈલ ફોન અને બે કાર સહિત ૬,૭૮,પ૦૦ રૂા.નો મુદ્દામાલ કબજે કરી આંકલાવ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.