(એજન્સી) તા.ર૪
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહે કાશ્મીર મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસને સારા બતાવતા જણાવ્યું છે કે તેની પર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને મળીને પહેલ કરવી જોઈએ. ફારૂક અબ્દુલ્લાહે સૂફી સંત ખ્વાઝા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં ઝીયારત પછી પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, મોદીની કહેલી વાતોને તેઓ યોગ્ય ગણાવતા શુભકામના કરે છે. સમાચાર મુજબ તેમણે કાશ્મીર મુદ્દે મોદી અને ખાનને પહેલ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું કે બન્ને મળીને જો મુદ્દા પર પહેલ કરે છે તો તેનું સ્વાગત છે કારણ કે ત્યાં નિષ્ફળ રહી દેશ માટે ખતરો છે જ્યાં સુધી હુમલાની વાત છે. વિશ્વમાં બંદૂકો ક્યાં નથી ચાલી રહી. પરંતુ આપણે શાંતિના પ્રયાસ કરવા જોઈએ. રાજ્યપાલ સતપાલ મલિકના એક વિવાદાસ્પદ નિવેદન પર તેમણે જણાવ્યું કે, સતપાલ મલિકના એક વિવાદાસ્પદ નિવેદન પર તેમણે જણાવ્યું કે સતપાલ મલિકનું કામ નફરત ફેલાવવું નથી પરંતુ તાળમેલ બનાવીને રાજ્યમાં શાંતિ કાયમ કરવાનું છે. તેમણે જણાવ્યું કે રાજ્યપાલે સાવચેતીથી વાત કરવી જોઈએ જેથી વિવાદ ના વધે. અમરનાથ યાત્રા પર પણ કાશ્મીરના પોલીસ નિર્દેશકના નિવેદન પર અબ્દુલ્લાહે જણાવ્યું કે અમરનાથ યાત્રા શાંતિથી ચાલી રહી છે લગભગ બે લાખથી વધુ પ્રવાસી યાત્રા કરી ચૂકયા છે. યાત્રા અત્યારે પણ જારી છે અને આ યાત્રામાં કાશ્મીરી મુસ્લિમ જ યાત્રીઓનો સામાન ઉઠાવાથી લઈને અન્ય વાતોમાં મદદ કરી રહ્યા છે. કાશ્મીરી મુસ્લિમોએ કયારે પણ ફિરકા પરસ્તીનો હાથ ઉઠાવ્યો નથી. તે શાંતિ પસંદ મુસ્લિમ છે તેને પોતાના રોજગાર અને પરિવારની પણ ચિંતા છે. તેમણે રાજ્યમાં રાજનૈતિક દળોને દબાવવાના પ્રયાસોની ટીકા કરતાં જણાવ્યું કે તેઓ ખ્વાજા સાહેબના દરબારમાં હાજરી લગાવવા આવ્યા છે અને જમ્મુ કાશ્મીર સહિત સંપૂર્ણ દેશમાં શાંતિ ખુશહાલીની દુઆ કરીએ છીએ. આ પહેલાં અબ્દુલ્લાહે દરગાહમાં ઝિયારત કરી. તેમણે દરગાહ પર ચાદર અને ફૂલ ચઢાવીને દેશની શાંતિ અને ખુશહાલીની દુઆ કરી.