નવી દિલ્હી,તા.૨૯
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફ્રેન્સ સાંસદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કેન્દ્ર સરકાર આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ ન હટાવે. અબ્દુલ્લાએ કહ્યું કે આ જમ્મુ અને કાશ્મીરના પાયાની જેમ છે, આ હટાવવા ઠીક નહિ રહે. હાલમાં જ જમ્મુ અને કાશ્મીરમાં સશસ્ત્ર બળના દસ હજાર વધુ સૈનિકોને મોકલવામાં આવ્યા બાદ અનુચ્છેદ ૩૫એ અને ૩૭૦ હટાવવાને લઈ અટકળો લગાવાઈ રહી છે. ભાજપ સતત આ આર્ટિકલ ખતમ કરવાની વાત કરી રહ્યું છે.
આ બધાની વચ્ચે સોમવારે ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, અમારા હિન્દુસ્તાની હોવા પર શક ન કરો. અમે પણ હિન્દુસ્તાની છીએ પરંતુ આ આર્ટિકલ અમારા માટે ખાસ છે. આની અમને જરૂરત છે અને તેને ખતમ કરવા ઠીક નહિ હોય. જણાવી દઈએ કે ૩૭૦ અને ૩૫એ જમ્મુ અને કાશ્મીરને ભારતના બીજા રાજ્યોના મુકાબલે ખાસ તાકાત આપે છે.
એક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ, પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ પણ સરકારને ૩૫એની સાથે કંઈપણ પ્રકારની છેડતી ન કરવાની વાત કહી ચૂક્યા છે. મુફ્તીએ કહ્યું કે, ૩૫એ હટાવવી બોમ્બને હાથ લગાવવા બરાબર હશે. જે હાથ ૩૫એને ખતમ કરવા માટે ઉઠશે તે હાથ જ નહિ આખું શરીર સળગીને ખાખ થઈ જશે.
૩૫-એ પર ફારુક અબ્દુલ્લાનું નિવેદન : અમારા હિન્દુસ્તાની હોેવા પર શક ન કરો

Recent Comments