(એજન્સી) તા.૧૦
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા યાસિન મલિકની ધરપકડ પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહે નિવેદન આપ્યું છે. ફારૂક અબ્દુલ્લાહે જણાવ્યું કે, મને ઘણો અફસોસ છે, તેનાથી કોઈ વસ્તુ મળશે નહીં.
સમાચાર મુજબ તેમણે જણાવ્યું કે, જેટલો તેમની પર અત્યાચાર કરશો તેટલી આગ વધુ ભડકશે. માણસ ડિફેન્સ રાખી શકે છે. તેનો અર્થ એ નથી કે તમારા વિચારમાં નથી, તેને બંધ કરી દો. આ હિન્દુસ્તાનનો માર્ગ નથી. જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને અલગતાવાદી સમૂહોને પૈસા ઉપલબ્ધ કરાવવાના કેસમાં આજે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ)ના ચીફ યાસિન મલિકને દિલ્હીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. અહીંથી કોર્ટે યાસિન મલિકને રર એપ્રિલ સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સીના રિમાન્ડમાં મોકલી દીધા છે.