(એજન્સી) તા.૩૦
જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષા દળોની નિમણૂક પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પ્રશ્ન કર્યો છે. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે કલમ ૩પ-એને હટાવવી જોઈએ નહીં. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે રાજ્યમાં તાત્કાલિક વિધાનસભા ચૂંટણી થાય.
ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે રાજ્યમાં એક લાખ સુરક્ષા દળોને મોકલીને ભયનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. અબ્દુલ્લાહે જણાવ્યું કે રાજ્ય આ સમયે શાંતિપૂર્ણ સમયથી પસાર થઈ રહ્યો હતો. સુરક્ષા દળોને મોકલ્યા પછી લોકોમાં ભય પેદા થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે અંતે જનતાની વચ્ચે ભય કેમ પેદા કરવામાં આવી રહ્યો છે ?
ફારૂક અબ્દુલ્લાએ ધમકી ભર્યા શબ્દોમાં જણાવ્યું કે જો આ લોકો કલમ ૩પ-એ હટાવે છે તો તેમણે બંધારણની દરેક કલમ હટાવવી પડશે. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે રાજ્યમાં રાજકીય પાર્ટીઓ કોઈ પ્રકારનો ભય પેદા કરી રહી નથી. રવિવારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પણ જણાવ્યું હતું કે રાજ્યમાંથી કલમ ૩પ-એ હટાવવી બારૂદમાંથી આગ લગાવવા જેવું હશે. મહેબૂબા મુફતીએ ઉત્તેજક ભાગનો ઉપયોગ કરતા જણાવ્યું કે જો કોઈ હાથ કલમ ૩પ-એને અડવાનો પ્રયાસ કરશે તો ના માત્ર તે હાથ પરંતુ આખું શરીર બળીને રાખ થઈ જશે.