(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહે જમ્મુ-કાશ્મીરની સમસ્યા મુદ્દે શુક્રવારે ભાષણ આપતાં કહ્યું કે ભારતે અમેરિકા અને ચીનની મદદ સ્વીકારી લેવી જોઈએ, ભારત દેશ ચીન અને પાકિસ્તાનથી યુદ્ધ કરી શકતંુ નથી, કારણ કે અમારી જેમ તેઓની પાસે પણ એટમ બોમ્બ છે, આ મુદ્દાનું માત્ર વાત-ચીતથી જ સમાધાન લાવવું જોઈએ. અબ્દુલ્લાહે કહ્યું કે મિત્રતાનો ઉપયોગ આ મુદ્દાના નિરાકરણ માટે કરવો જોઈએ. ક્યારેક બળદને શિંગડાથી પકડવા આવું કરવું પડે છે.
અબ્દુલ્લાના આ ભાષણ પર જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહનું કહેવું છે કે ફારૂક અબ્દુલ્લાહના ભાષણની નિંદા કરું છું. જ્યારે અબ્દુલ્લાહ એક સમયે કહેતા હતાં કે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ, આજે આવું ભાષણ આપી રહ્યા છે.
ફારૂક અબ્દુલ્લાહ ૧૯૯૪નો શિમલા કરાર તથા લાહોર ફેસલો ભૂલી ગયા છે, તેમાં પાકિસ્તાન સાથે ભારતે કયા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ.
નિઝલસિંહે કહ્યું કે શું ફારૂક અબ્દુલ્લાહ એવું ઈચ્છે છે કે ભારત પાકિસ્તાનની સામે ઘૂંટણ ટેકે, શું તેઓ એવું ઈચ્છે છે કે એવો વ્યવહાર કરીએ જેથી પાકિસ્તાનના સપના પૂરા થાય, તેઓ પાકિસ્તાનની મદદ કરી રહ્યા છે તેઓ માફી માગે.
ચીન-પીઓકે તરફથી રસ્તો બનાવી રહ્યું છે, આજે ચીન જેવી રીતે બોર્ડર પર આવી પહોંચ્યું છે, લદાખ વિસ્તારમાં આગળ વધવાના પ્રયત્ન કરી રહ્યુું છે. આ મુદ્દે ચીન કેવી રીતે રોલ પ્લે કરી શકે છે.
ફારૂક અબ્દુલ્લાહના પુત્ર અને જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી અબ્દુલ્લાહ પોતાના પિતાના બચાવમાં કહ્યું કે તેમણે કાશ્મીર પર પાકિસ્તાનથી વાતચીતની સલાહ આપી.