(એજન્સી) શ્રીનગર, તા.૭
જમ્મુ-કાશ્મીરમાં આગામી નગરપાલિકા અને પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કર્યા બાદ ફારૂક અબ્દુલ્લાએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, સ્વતંત્રતા બાદથી જેટલી પણ ચૂંટણીઓ થઈ છે, તેણે ભારતને એકજૂથ કરવાના બદલે વિભાજીત કરવાનું કામ કર્યું છે.
ફારૂકે કહ્યું કે આપણે મંદિરો અને મસ્જિદો માટે લડીએ છીએ, આપણે લોકો માટે નથી લડતા. આપણે જુઠ્ઠુ બોલીએ છીએ, આપણને ભય છે કે જો આપણે ઈમાનદાર બનીશુ તો જીતી નહીં શકીએ, પરંતુ આ ધારણા ખરેખર ખોટી છે.
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, રાજનીતિ ખરાબ નથી, રાજનેતા ખરાબ હોઈ શકે છે. આપણામાંથી કેટલાક સેવા કરવા રાજકારણમાં જોડાય છે તો કેટલાક પૈસા કમાવવા ઈશ્વર મંદિર, મસ્જિદ કે ગુરૂદ્વારામાં નથી રહેતા તે લોકોમાં રહે છે અને જો તમે લોકોની સેવા કરો છો તો તમે ભગવાનની સેવા કરી રહ્યા છો.