નવી દિલ્હી,તા.૨
વર્ષ ૨૦૧૪થી માંડીને અત્યાર સુધીમાં કુલ પંચાવન ઇન્ટરનેશનલ મૅચો રમનાર ૨૬ વર્ષીય લોકેશ રાહુલે ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-ટ્વેન્ટી) માટેની ભારતીય ટીમમાં સ્થાન જમાવી લીધું છે અને એટલે જ બે ખ્યાતનામ ખેલાડીઓ તેના પર ખૂબ આફરીન છે.
ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ફરોખ એન્જિનિયરે તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘રાહુલમાં બીજો સચિન તેન્ડુલકર અથવા સુનીલ ગાવસકર બનવાની ક્ષમતા છે. તે ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. તે ખૂબ ટૅલન્ટેડ છે અને તેનામાં ગ્રેટ બૅટ્સમૅન બનવાની કાબેલિયત છે. તે સ્ટ્રેઇટ બૅટથી રમે છે અને તેના પર્ફોર્મન્સથી હું ખૂબ પ્રભાવિત થયો છું.’
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શેન વૉટ્સનનું માનવું છે કે રાહુલને ઇંગ્લૅન્ડ સામે આખી ટેસ્ટ-સિરીઝ દરમિયાન દરેક મૅચમાં પ્લેઇંગ-ઇલેવનમાં સ્થાન આપવું જોઈએ. વૉટ્સને એક વેબસાઇટને કહ્યું છે કે ‘મારી દૃષ્ટિએ રાહુલ વર્તમાન ક્રિકેટનો બેસ્ટ બૅટ્સમૅન છે. તે જે રીતે પોતાની ઇનિંગ્સને ડેવલપ કરે છે એ જોવું મને બહુ ગમે છે. ખૂબ આસાનીથી સુંદર પર્ફોર્મ કરવાની તેનામાં બહુ સારી કળા છે પછી ભલે તે ફાસ્ટ બોલરના સ્વિંગ સામે રમતો હોય કે સ્પિનરોના ટર્ન સામે. તેની પાસે શૉટ્સના અખૂટ વિકલ્પો છે. તે આક્રમક રમવાની સાથે બહુ સારું ડિફેન્સિવ પણ રમી જાણે છે. તે આ વખતની આઇપીએલમાં સારું રમેલો અને તાજેતરમાં વન-ડે સિરીઝમાં પણ. ટેસ્ટમાં પણ ચમકવાની તેનામાં ગજબની આવડત છે.
રાહુલ બીજો સચિન કે ગાવસ્કર બની શકે : ફારૂખ એન્જિનિયર

Recent Comments