(એજન્સી) છીંદવાડા, તા.ર૪
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના ગઢમાં ચૂંટણીસભા કરવા ગયેલા ભાજપના પ્રમુખ અમિત શાહને નિરાશા હાથ લાગી હતી. તેમને સાંભળવા ખાસ કોઈ દર્શકો ન આવતા સભામાં ફિકી હાજરી જોઈ અમિત શાહે સભામાં ભાષણ આટોપી લીધું હતું. અમિત શાહે કમલનાથની જોરદાર ટીકા કરી પરંતુ ખુરશીઓ ખાલી જોવા મળતાં માત્ર રપ મિનિટમાં સમાપ્ત કરાઈ. અમિત શાહે કમલનાથને થાકેલા ઉદ્યોગપતિ બતાવ્યા. ધીરે-ધીરે બોલે છે કે, મોદી હિસાબ આપે પરંતુ પહેલાં રાહુલ ગાંધીના પરિવારનો હિસાબ માંગ્યો હતો. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી કહ્યું કે, ખેતરમાં ખેડતા નથી કે બળદ ચલાવતા નથી તેમને ખેડૂતોના મુદ્દે બોલવાનો અધિકાર નથી. કોંગ્રેસ બતાવે કે તેમના મુખ્યમંત્રીના ઉમેદવાર કોણ છે ? છીંદવાડા કમલનાથનો ગઢ છે. ૧૯૮૦થી સતત તેઓ લોકસભામાં આ વિસ્તારમાંથી ચૂંટાય છે. પરંતુ વિધાનસભામાં ભાજપ જીત્યો હતો. હવે મુકાબલો દિલચસ્પ બન્યો છે.