(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.૯
દાહોદ જિલ્લાની ફતેપુરા પોલીસ મોટીરેલ નામે પ્રોહી રેડ પાડી બે જણાની અટકાયત કરી પ્રોહીના ગુનામાં કેલ કાયદેસરની કાર્યવાહી રોકવા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે આવેલ ફતેપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિત રપથી ૩૦ માણસોના ટોળાએ ફરજ પરની પોલીસ ઉપર હુમલો કરી ધિંગાણું મચાવી એક પોલીસ કર્મીને ઈજાઓ પહોંચાડી પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ ઊભી કરતાં એકાએક કડક બનેલી પોલીસે ધરપકડનો દોર શરૂ કરી આઠ જેટલા ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળેલ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા પોલીસે તા.૬-૧૦-ર૦૧૭ના રોજ મોટીરેલ ગામે પ્રોહિ રેડ પાડી મોટી રેલ ગામના કાંતિલાલ ચૂનિલાલ કલાલ તથા રમેશભાઈ માલાભાઈ બરજોડની અટક કરી બંને વિરૂધ્ધ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ કલમ-૬પ/ઈ, ૮૧, ૮૩ મુજબના કામના ઉપરોકત બંને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કાયદેસરની કાર્યવાહી રોકવા માટે ગત રાત્રિના દશેક વાગ્યાના સુમારે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના મોના ડુંગર ગામના તલકચંદ બાબુલાલ કલાલ, ઝાલોદ અગ્રવાલ સોસાયટીમાં રહેતા લવેશ હિમ્મતલાલ કલાલ, ફતેપુરા અંબાજી મંદિર સામે રહેતા રજનીકાંત માંગીલાલ કલાલ, ઝાલોદ અગ્રવાલ સોસાયટીમાં રહેતા સતીશકુમાર ખેમચંદ કલાલ, ફતેપુરા, ઘુઘસ રોડ પર રહેતા સંજયકુમાર બળદેવજી જાદવ, ફતેપુરા વડવાસ રોડ પર રહેતા દિનેશ રૂપચંદ કલાલ, રમેશ રૂપચંદ કલાલ, ફતેપુરા પાછલા પ્લોટમાં રહેતા જીગ્નેશકુમાર નારણદાસ કલાલ તથા ફતેપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને ફતેપુરા મેઈન બજારમાં રહેતા મનોજકુમાર નરેશચંદ્ર કલાલ તથા બીજા ર૦ માણસોના ટોળાએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી કાયદેસર મંડળી બનાવી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં આવી ફરજ પરના પોલીસ કર્મીઓ પર હુમલો કરી ધિંગાણું મચાવી ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ કરસનભાઈને શરીરે ઈજાઓ કરી પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ કરતાં કડક બનેલ પોલીસે ઈજાગ્રસ્ત પોલીસની ફરિયાદના આધારે ઈપીકો કલમ-૧ર૦બી, ૩પ૩, ૩૩ર, ૧૮૬, ૧૪૩ મુજબ ગુનો દાખલ કરી ધરપકડનો દોર શરૂ કરતા પોલીસે આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી ફરાર ડેપ્યુટી સરપંચ મનોજકુમાર નરેશચંદ્ર કલાલ તથા બીજા ર૦ માણસોના ટોળાની ધરપકડો દોર ચાલુ રાખ્યો છે.
ફતેપુરા ગ્રા.પં.ના ડે.સરપંચ સહિતના ટોળાનો પો.સ્ટે. પર હુમલો : એક પોલીસને માર માર્યો

Recent Comments