માર્ગ પરના ઊંડા ખાડામાં કાદવ-કિચડ

(સંવાદદાતા દ્વારા)                                                       ફતેપુરા, તા.ર૭

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાને તાલુકા મથકનો દરજ્જો મળ્યાને વરસો વિત્યા બાદ નવીન બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જો કે ઉખરેલી રોડ ઉપરથી બસ સ્ટેશન જવાના રસ્તા ઉપર ઠેર-ઠેર ઊંડા-ઊંડા ખાડા પડી જવાથી અને વરસાદના કારણે કાદવ-કિચડ થઈ જાય છે. જેના લીધે વાહન લઈ પસાર થવું અઘરૂં થઈ ગયું છે. આજરોજ આ રસ્તા ઉપર સંતરામપુર ફતેપુરા બસ ફસાઈ જતા કેટલાય મુસાફરો અટવાઈ ગયા હતા. કલાકોની મહેનત બાદ બસ કિચડમાંથી બહાર નીકળી હતી. આ રસ્તા અંગે અનેક વાર રજૂઆત કર્યા છતાં નવો રસ્તો બનાવવામાં નથી આવતો તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.