ફતેપુરા,તા.૧૯
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના હિમાંશુભાઈ ઉર્ફે હિમ્મતસીંહ ચરપોટ અને તેમના ઘરના સૌ પોતાનું ઘર બંધ કરી બહાર ગયેલ હોઈ તે દરમ્યાન તસ્કરોએ હિમાંશુભાઈ ચરપોટના બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું. સવારના સાડા દશ વાગ્યાથી રાતના સાડા સાત વાગ્યા સુધીના સમયગાળામાં મકાનના દરવાજાને મારેલ તાળુ તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને ઘરમાની તિજારીમાં મુકેલ આશરે ૪ તોલા વજનના સોનાની રૂપિયા ૬૦,૦૦૦ની કિંમતની બંગડી નં.૪ તથા રૂપિયા રર,પ૦૦ની કિંમતના સોનાના દોરા નં.ર મળી રૂપિયા ૮ર,પ૦૦ની મત્તા ચોરીને લઈ ગયા હતા.
રાતે સાડા સાત વાગ્યાના સુમારે હિમાંશુભાઈ ચરપોટ તથા તેમના પરિવારના માણસો પરત ઘરે આવ્યા હતા. તે વખતે ઘરના દરવાજાનું તાળુ તુટેલ હાલતમાં જાવા મળતા ચોરી થયાનું જણાઈ આવ્યું હતું.
આ સંબંધે સાગડાપાડા ગામના હિમાંશુભાઈ ઉર્ફે હિંમ્મતસિંહ ચરપોટે સુખસર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ચોરીનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.