(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૨
વ્હાઈટ હાઉસના ભૂતપૂર્વ વ્યૂહરચનાકાર સ્ટીફન બેનન દ્વારા આપવામાં આવેલા નિવેદનને “આધુનિક ઈતિહાસમાં” થયેલી દરેક રાજકીય ભૂલો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એફ.બી.આઈ.ના નિર્દેશક જેમ્સ કમીને હાંકી કાઢવા એ કદાચ આધુનિક રાજકીય ઈતિહાસની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. તેમણે એફ.બી.આઈ.ના નિર્દેશકની હકાલપટ્ટી અંગેનું આ નિવેદન રવિવારે પ્રસારિત થયેલા તેમના ૬૦ મિનિટના સાક્ષાત્કાર દરમિયાન આપ્યું હતું. તેમણે તેમ પણ કહ્યું કે, જો નેતૃત્વ બદલાઈ ગયું છે, તો અમેરિકી સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ જેવી સંસ્થાઓમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે. પરંતુ મને એ વાતનો વિશ્વાસ નથી થતો કે, એક સંસ્થાગત તર્ક માટે આ બધાની તપાસના સંદર્ભમાં તેમાં ધરખમ ફેરફારો કરવામાં આવે.
વ્હાઈટ હાઉસ દ્વારા વ્હાઈટ હાઉસના ભૂતપૂર્વ વ્યૂહરચનાકાર સ્ટીફન બેનન દ્વારા આપવામાં આવેલા નિવેદનને નકારી કાઢવામાં આવ્યું છે તથા એક નિવેદનમાં જણાવવામાં પણ આવ્યું છે, કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે એફ.બી.આઈ.ના નિર્દેશક જેમ્સ કમીને હાંકી કાઢવાનો અધિકાર હતો. વ્હાઈટ હાઉસની પ્રવક્તા સારા હકૈબી સેન્ડર્સે જણાવ્યું કે, કમીનું જે પ્રમાણેનું આચરણ હતું, તે મુજબ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલ નિર્ણય યોગ્ય છે. એફ.બી.આઈ.ના નિર્દેશક જેમ્સ કમીની વિરૂદ્ધ એવો આરોપ છે કે તેઓ ખોટી જુબાની આપતા હતા તથા પ્રાપ્ત થયેલી વિશેષાધિકાર માહિતીઓે પત્રકારોને લીક કરી દેતા હતા. જોકે, આ અંગે તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
બેનન દ્વારા આપવામાં આવેલા ૬૦ મિનિટના એક સાક્ષાત્કારમાં તેમણે લોકોની આંખો ખોલી નાખે તેેવા દાવાઓ પણ કર્યા છે. બેનને વધુમાં જણાવ્યું કે, વોશિંગ્ટન એ સંસ્થાઓનું શહેર છે, વ્યક્તિઓનું નહીં અને હું એવું માનું છું કે તમારે આ શહેરને સંસ્થાઓ તરીકે જ જોવું જોઈએ. એફ.બી.આઈ. એ એક સંસ્થા છે. હાઉસના સ્પીકર પણ સંસ્થા છે. જેથી બહુમતી નેતાઓનો સંસ્થામાં સમાવેશ થાય છે. અહીંયા ન્યાયિક વિભાગ પણ એક સંસ્થા જ છે, જેથી તેઓ શું કરશે, કેવી રીતે સમગ્ર પ્રક્રિયાને હાથ ધરશે તે કોઈ પણ વ્યકિત સમજી શકતી નથી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ગત મહિને ૧૮ ઓગસ્ટના રોજ સ્ટીવ બેનનની વ્હાઈટ હાઉસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.