ગાંધીનગર, તા.૧૦
દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતે ફી નિયંત્રણનો કાયદો અમલી બનાવી ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. આ મુદ્દે શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય માટેે રાજ્યના શાળા સંચાલકો અને વાલીમંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અભિવાદનને સ્વીકારતાં જણાવ્યું કે, આપના દ્વારા કરાયેલ સન્માને અમારો બળ-જુસ્સો વધાર્યો છે. જે એમને આ દિશામાં આગળ વધવા માટે શક્તિ પૂરી પાડશે. તેમણે શિક્ષણ એ સેવાનું માધ્યમ છે, વ્યાપાર નહીં તેમ વધુમાં ઉમેર્યું હતું. ઘણી શાળાઓ મનફાવે તેવી ફી ઉઘરાવી વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી મોટી ફી વસૂલતી હતી. તેની વિગતો છણાવટ કરતા તેમણે કહ્યું કે, આવા સમયે દરેક વખતની જેમ રાજ્ય સરકારે પહેલ કરી દેશભરમાં સૌ પ્રથમવાર ફી નિયમનનો કડક કાયદો રાજ્યમાં અમલી બનાવ્યો છે. આ કાયદાને મૂર્તરૂપ આપવા માટે દેશભરમાંથી ફી નિયમનની વિગતો મેળવી વાલીની જવાબદારી સરકારે નિભાવી છે. અમે જવાબદાર સરકાર તરીકે વર્તી વાલીઓને પોષાય તેવી ફી નિર્ધારિત કરવા માટે કટિબદ્ધ છીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. જે શાળાઓ વધુ ફી લે છે તેમણે તેમના હિસાબો દર્શાવી વાજબીપણું સિદ્ધ કરવું જ પડશે તેવી નૂકતેચીની કરી હતી અને જે શાળાઓ નિર્ધારિત મર્યાદાની અંદર ફી લે છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી એવું આશ્વાસન પણ વ્યક્ત કર્યું હતું.
ફી અધિનિયમના નિર્ણય બદલ મુખ્યમંત્રી રૂપાણીનું અભિવાદન કરાયું

Recent Comments