નવી દિલ્હી, તા.૯
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે એક રાજ્ય એક મતમાં ફેરફાર કર્યો છે. કોર્ટે વડોદરા, સૌરાષ્ટ્ર અને રેલવેને સભ્ય બનાવ્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ દીપક મિશ્રાની આગેવાની ખંડપીઠે દેશની સૌથી ધનીક અને ટોપ ક્રિકેટ સંસ્થાના બંધારણીય મુસદ્દાને પણ મંજૂરી આપી છે.કોર્ટે તમિલનાડુના રજિસ્ટ્રાટર ઓફ સોસાયટી એક્ટના સ્વીકૃત બંધારણને ચાર સપ્તાહમાં રેકોર્ડ પર લાવવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજ્ય ક્રિકેટ સંઘને નિર્દેશ આપ્યો છે કે, ૩૦ દિવસની અંદર બીસીસીઆઈના બંધારણને લાગૂ કરવામાં આવે.
જો આમ કરવામાં નહીં આવે તો રાજ્ય ક્રિકેટ સંઘ વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત બોર્ડના પદાધિકારીઓને કૂલિંગ ઓફ પીરિયડમાં રાહત આપી છે. કોર્ટના આ નિર્દેશથી બીસીસીઆઈના અધિકારીઓને રાહત મળી છે.