વી.એસ. હોસ્પિટલ બચાવો અભિયાન અંતર્ગત બે દિવસ અગાઉ મ્યુનિ. કોર્પોરેશનની કચેરી ખાતે દેખાવો કરવા ગયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આથી સોમવારના રોજ કોંગ્રેસના શહેર પ્રમુખ શશીકાંત પટેલની આગેવાનીમાં ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, સિનિયર કાઉન્સિલરો બદરૂદ્દીન શેખ, સુરેન્દ્ર બક્ષી સહિતના કાઉન્સિલરો અને બે હજારથી વધુ કાર્યકરો પોલીસ સમક્ષ સામેથી હાજર થવા શહેર કાર્યાલય ખાતે ગળામાં ફાંસીનો ફંદો નાખેલી હાલતમાં એકઠા થયા હતા, અને આગળ વધે તે પહેલા જ તમામ આગેવાનો સહિત ર૦૦થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.