જ્યુરીખ, તા.૧૭
ફીફા રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે ભારતીય ફૂટબોલ ટીમ ૧૦પમાં સ્થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં પેરૂ અને સ્પેનની ટીમ ટોપટેનમાં સામેલ થઈ છે. સ્પેન ૧૧માં સ્થાનેથી આઠમા સ્થાને પહોંચી ગયું છે. જર્મની ટોચના સ્થાને યથાવત્‌ છે. ઈંગ્લેન્ડને ૧રમું, ડેનમાર્કને ૧૯મુ, સ્કોટલેન્ડને ર૯મંુ અને ઓસ્ટ્રેલિયાને ૩૯મું સ્થાન પ્રાપ્ત થયું છે. ભારતે એશિયા કપ ર૦૧૯ની પોતાની ચોથી ક્વોલિફાયર મેચમાં મકાઉને ૪-૧થી હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતે એશિયાકપ ર૦૧૯માં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.