Sports

ફીફા અન્ડર ૧૭ વિશ્વકપમાં અમેરિકા સામે ભારતનો પરાજય

નવી દિલ્હી, તા.૭
અન્ડર-૧૭ વિશ્વકપમાં પહેલીવાર રમી રહેલા ભારતનો અમેરિકા સામે ૦-૩થી પરાજય થયો છે. આ મેચને જોવા ભારતના વડાપ્રધાન મોદી પણ પહાંેચ્યા હતા. આ દરમ્યાન તેમણે અનેક ખેલાડીઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે ખેલમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોર પણ ઉપસ્થિત હતા. અમેરિકાએ કપ્તાન સાજૈટના ગોલથી ટીમને લીડ અપાવી બીજા હાફમાં અમેરિકાએ બે ગોલ કર્યા જે તેમની જીતનુંુ કારણ બન્યા. આ મેચમાં પ૧મી અને ૮૪મી મિનિટમાં અમેરિકન ખેલાડીઓએ ગોલ કર્યા. શરૂઆતની ૧૦ મિનિટ સુધી મેચ પર અમેરિકન ટીમે વર્ચસ્વ જમાવ્યું હતું. પણ ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ મેચમાં પુનરાગમન કર્યું. જો કે ભારતીય વધુ સમય અમેરિકાને ટક્કર આપી શકી નહીં.