કોલકાતા,તા.૯
સ્ટાર વિંગર જાડોન સાંચોના બે ગોલની મદદથી ઈંગ્લેન્ડે ફીફા અન્ડર-૧૭ વિશ્વકપની ખૂબ જ મનોરંજક મેચમાં ચીલીને ૪-૦થી હરાવ્યું. ઈંગ્લેન્ડે ગોલ ઉપર ર૧ હુમલા કર્યા અને તેમાંથી ચારમાં સફળતા મળી. સાંચોએ પ૧મી અને ૬૦મી મિનિટમાં ગોલ કર્યા જ્યારે કાલમ હડસને પાંચમી અને ગોમ્સે ૮૧મી મિનિટમાં ગોલ કર્યો.
બીજી બાજુ દક્ષિણ અમેરિકન ચેમ્પિયન મેક્સિકોને ગ્રુપ એફની મેચમાં ઈરાકે ૧-૧થી ડ્રો ઉપર અટકાવ્યું. એશિયન ચેમ્પિયન ઈરાકે ૧૬મી મિનિટમાં મો. દાઉદના ગોલની મદદથી લીડ મેળવી. મેક્સિકો માટે ૬૧મી મિનિટમાં રાબર્ટો ડે લા રોસાએ બરાબરીનો ગોલ કર્યો. આ ડ્રોથી ઈરાકે વિશ્વકપમાં પ્રથમ પોઈન્ટ મેળવ્યો. વર્ષ ર૦૧૩માં યુએઈમાં ટુર્નામેન્ટની પોતાની ત્રણેય મેચ હારી ગયું હતું. તે જો આ મેચ જીત જાત તો નવો ઈતિહાસ સર્જાયો હોત પણ મેક્સિકો જેવી ટીમને ડ્રો પર રોકવી પણ મોટી સિદ્ધિ છે.
અન્ય એક મેચમાં જાપાનના સ્ટ્રાઈકર કીટો નાકામુરાની ફીફા અન્ડર-૧૭ વિશ્વકપમાં પ્રથમ હેટ્રિકની મદદથી ટીમે ૬-૧થી હોન્ડુરાસને કચડી પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.