નવી દિલ્હી,તા.ર૦
ભારત હાલમાં ફૂટબોલ વર્લ્ડ રેન્કિંગમાં ૯૭માં સ્થાન પર છે. ૨૦૧૮ના વર્લ્ડ કપમાં ફ્રાન્સે ૨૦ વર્ષ પછી ફૂટબોલમાં વિશ્વ વિજેતા થયું છે. ફાઈનલમાં ૨૦માં સ્થાન પર રહેલ ક્રોએશિયા પહેલી વખત પહોંચ્યું હતું. એટલું જ નહીં ૨૦માં સ્થાન પર રહેલ ક્રોએશિયાએ ફાઈનલમાં ફ્રાન્સને મજબૂત ટક્કર આપી હતી. ભારતમાં પણ ફીફા વર્લ્ડ કપનું ગાંડપણ ચઢયું છે. ભારતીયોએ પણ પોતાની પસંદીદા ટીમને સ્પોર્ટ કરી હતી પણ શું ક્યારેય ભારત વર્લ્ડ કપમાં રમી શકશે.???
ભારતના પૂર્વ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાએ કહ્યું કે, ૨૦૨૬માં ભારત માટે ફીફાએ એશિયાની ટોપ ૧૦ ટીમોમાં સ્થાન મેળવવું પડશે ત્યારે જ તેને માટે વર્લ્ડ કપના દ્વાર ઉઘાડી શકાય છે. જેના માટે હાલથી મહેનત શરૂ કરવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે, ૨૦૨૬ના વર્લ્ડ કપમાં ૩૨ના બદલે ૪૮ ટીમો રમશે, જેમાં પણ એશિયાની ૮ ટીમોને સ્થાન મળી શકે છે, જ્યાં હાલમાં માત્ર ૪ ટીમો જ રમે છે અને ભારત માટે ગોલ્ડન અવસર બની શકે છે. અગાઉ ૫૦-૬૦ના દાયકામાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત હતી. પરંતુ હાલમાં ભારતની સ્થિતિ ઘણી જ ખરાબ છે. પરંતુ જો ખેલાડીઓ સારી મહેનત કરશે તો ૨૦૨૬નો વર્લ્ડ કપ રમી શકે છે.
ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે થોડાં દિવસ પહેલાં કહ્યું હતું કે, ભારત ભલે વર્લ્ડ કપ રમ્યું ન હોય પરંતુ તેના ખેલાડીઓમાં યોગ્ય ક્ષમતા રહેલી છે. જેના માટે ખેલાડીઓને યોગ્ય સુવિધાઓ આપવાની રહેશે. જો તેમને યોગ્ય અવસર મળશે તો તેઓ ટૂંક સમયમાં ફીફા વર્લ્ડ કપમાં રમતાં જોવા મળી શકે છે.જો કે દુઃખદ વાત એ પણ છેકે જેટલી લોકપ્રિયતા ભારતમાં ક્રિકેટને મળી છે તેટલી લોકપ્રિયતા અન્ય કોઇ જ રમતને મળી નથી. જેના કારણે જ ભારતીય ફૂટબોલ ટીમના કોચ સુનીલ છેત્રી લોકોને મેદના પર મેચ જોવા બોલાવવા માટે ભાવુક મેસેજ લખી અપીલ કરી હતી.