સ્ટોકહોમ,તા. ૧૧
ફીફા વર્લ્ડ કપ ક્વાલિફાઇંગ મેચોનો દોર હાલમાં ચાલી રહ્યો છે. હવે પ્લે ઓફમાં સ્વીડનની સામે ઇટાલીની કારમી હાર થતા તેની સામે સંકટ વધી ગયુ છે. ૬૦ વર્ષમાં પ્રથમ વખત ફીફા વર્લ્ડ કપની બહાર થઇ જવાનુ સંકટ તેના પર તોળાઇ રહ્યુ છે. શુક્રવારના દિવસે શક્તિશાળી ઇટાલીની પ્લે ઓફમાં સ્વીડન સામે ઇટાલીની હાર થઇ હતી. સ્વીડને આ મેચ ૧-૦થી જીતી લીધી હતી. સ્વીડન તરફથી સબસ્ટીટ્યુટ ખેલાડી જેકોબ જોન્સને ૬૧મી મિનિટમાં એકમાત્ર ગોલ ફટકારી દીધો હતો. ઇટાલીની ટીમ સામે હવે ખુબ ઓછી તક રહેલી છે. સોમવારના દિવસે સાન સિરો ખાતે ઇટાલી ફરી એકવાર મેદાનમાં ઉતરનાર છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૧૯૫૮માં છેલ્લી વખત ઇટાલીની ટીમ વર્લ્ડ કપમાં પ્રવેશ કરી શકી ન હતી. ત્યારબાદથી ઇટાલીની ટીમ તમામ વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ સાથે પ્રવેશી છે. સ્પેન સામે તેની ૩-૦થી હાર થઇ હતી. જ્યારે મેસેડોનિયા સામે તેની ઘરઆંગણેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી. જેથી ઇટાલીની ટીમ પણ પહેલાથી જ દબાણ છે. યુરો ૨૦૧૬ બાદથી ઇટાલીની જવાબદારી વેન્ટુરાએ સંભાળી હતી. જો કે તેમની આગેવાનીમાં પણ ટીમ સતત નિરાશાજનક દેકાવ કરી રહી છે.
બીજી બાજુ પોતાની ટીમ તરફથી રમતા સ્વીડનના જોન્સને પોતાની કેરિયરમાં પ્રથમ ઇન્ટરનેશનલ ગોલ કર્યો હતો. ઇટાલીની ટીમ પર બહાર થઇ જવાનુ સંકટ તોળાઇ રહ્યુ છે. ફીફા વર્લ્ડ ૨૦૧૮ રશિયામાં આયોજન કરવામા ંઆવનાર છે. યજમાન ટીમ હોવાના કારણે રશિયા પહેલાથી જ આમાં રમવા માટે તૈયાર છે. સ્પેન, જર્મની જેવી ટીમો પહેલાથી જ રશિયામાં યોજાનાર વર્લ્ડ કપ માટે ટિકિટ બુક કરાવી ચુક્યા છે.