(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
સુરત શહેરના વેસુ ખાતે આવેલ આગમ આર્કેડમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા શહેરની ૨૩૦ જેટલી ટ્યુશન ક્લાસીસને નોટિસ આપી ફાયર સેફ્‌ટીના સાધનો વસાવવા જણાવ્યું હતું. આજે ફાયર વિભાગ દ્વારા રાંદેર અને કતારગામ ૨ ક્લાસીસને સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.મનપાના ચીફ ફાયર ઓફિસર બી.કે. પરીકના જણાવ્યા અનુસાર વેસુના આગમ આર્કેડ ખાતે ગત મહિને ગ્રાઉન્ડ ફ્‌લોર પર શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને ત્રીજા માળે ટ્યુશન ક્લાસીસમાં ધુમાડાથી ગુગણામણ થતા માસુમ બાળક અને શિક્ષિકાનું મોત નીપજયું હતું. આ ઘટના બાદ પાલિકા કમિશનરની સૂચનાથી શહેરની ૨૫૦ જેટલી ટ્યુશન ક્લાસીસનો સર્વે કરીને ફાયર સેફ્‌ટીના સાધનો ઈમરજન્સીમાં પ્રવેશ-નિકાસના જુદા માર્ગો, સ્મોક ડિટેકશન એલાર્મની તેમજ વેન્ટીલેશનની સુવિધા આપવા માટે નોટિસો ફાળવવામાં આવી હતી. આજે રાંદેર વિસ્તારની ફેન્ડ્‌સ ક્લાસીસ અને કતારગામ વિસ્તારની પ્લસ ક્લાસીસને ફાયર સેફ્‌ટીના સાધનોનો અભાવ હોવાથી સીલ કરવામાં આવી સવારે વિદ્યાર્થીઓ કલાસીસમાં આવ્યા ત્યારે કલાસીસને સીલ મારેલુ જોવા મળ્યું.