(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરમાં ઠેર-ઠેર દિવાળીના તહેવારોને લઇને લાગેલા ફટાકડાના સ્ટોલો ઉપર અકસ્માત સમયે ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ફાયર વિભાગે કામગીરી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હાલના દિવાળીના તહેવારો ચાલી રહ્યા હોવાથી શહેરમાં ફટાકડાના વેચાણ માટે શરૂ થયેલી સિઝનલ દુકાનોમાં ફાયર સેફટીના સાધનોની તપાસણી અને ચકાસણી હાથ ધરી છે.ત્યારે અડાજણના આનંદ મહેલ રોડ પર ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.ફાયર વિભાગના જણાવ્યા મુજબ દિવાળીને લઈને ફટાકડાની દુકાનમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે નોર્મ્સ પ્રમાણે ફાયર એસ્ટીંગ્યુટરની બોટલથી લઈને રેતી અને ફાયરના ડ્રમ થતાં દુકાનમાં વાયરીંગ પ્રોપર છે કેમ કેમ અને ફટાકડા વેચાયા બાદ ખાલી બોક્સ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તે સહિતની બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરતમાં ઠેર-ઠેર લાગેલા ફટાકડાના સ્ટોલોમાં ફાયરસેફ્ટીની ચકાસણી

Recent Comments