(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
શહેરના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ગત તા.૨૫મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ માથાભારે મમુ પર ફાયરિંગ થયું હતું. આ પ્રકરણમાં નાસતા ફરતા બે આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ પીએસઆઈ વી.વી. ભોલા દ્વારા મમુ ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ મામચંદ ચમાર ઉ.વ.૨૭ રહે. મુઝફ્ફરનગર, યુપી તેમજ આઝાદ ઉર્ફે પઠાણ ઐયુબખાન ઝોની ઉ.વ.૨૪ રહે.૫૦૧, બિલ્ડિંગ એ સાઈસૃષ્ટિ એવેન્યુ, દેવધગામ,ગોડાદરા સુરતની ગતરાત્રે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મમુ મિયાં પર ફાયરિંગ કરવાના ગુનામાં આ પૂર્વે એસઓજી પોલીસે નવસારી હાઈવે પરથી બાતમીના આધારે કુખ્યાત અલ્તાફ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે કઈમ બ્રાન્ચ પોલીસે આગળની તપાસ હાથ ધરી ઉત્તર પ્રદેશના બે શુટરોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
મમુમિયાં પર ફાયરિંગ પ્રકરણમાં યુપીના બે શૂટરોની ધરપકડ

Recent Comments