(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૮
શહેરના ફૂલવાડીમાં માતાની સાથે લગ્ન કરનાર ફૂલવાડીના અકબર શાની ઉપર ફાયરિંગ કરનાર ત્રણેય યુવકની ચોક પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફુલવાડી ભરી માતા રોડ ઉપર રહેતા અને ભંગારનું ગોડાઉન ધરાવતા અકબર શાં ફકીર ઉપર તમંચાથી ફાયરિંગ કરી ગંભીર ઈજા પહોંચાડવાની ઘટનામાં ચોક પી.આઈ. એસ.બી. શેખે અલગ અલગ પોલીસ ટીમ બનાવી સધન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પવન ત્રંબક હળવોની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ ગુનામાં સામે બીપીન ભીખાભાઇ મિયાત્રા, મયુર પ્રવીણ અણજારાની ધરપકડ કરી હતી. આરોપી બિપીનની માતા ભારતીબેને ફરિયાદી અકબર શાં સાથે લગ્ન કરી લીધા હતા. જે આરોપી બીપીનને પસંદ નહીં પડતા વારંવાર ઝઘડો કરતો હતો અને ગઇકાલે આરોપી બીપીને પોતાના મિત્રો સાથે મળી ફરિયાદ અકબર શાં ઉપર ફાયરિંગ કર્યુ હતું.
આ ગુનાનો ભેદ ગણત્રીના કલાકોમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.બી. શેખના માર્ગદર્શક હેઠળ નરેશભાઈ બાલુભાઈ, મહેશભાઈ પ્રેમચંદભાઈ, હર્ષદભાઈ મંગળુભાઈ, ધર્મેશ ભરતભાઇ, અમીત બિરેન્દ્રસિંહ, અજયસિંહ રામદેવસિંહ, કો. પરાક્રમસિંહ સુખદેવસિંહ, રવિરાજસિંહ ઘનશ્યામસિંહશ્વ, મહેન્દ્રસિંહ ભીમસિંગભાઈ, પીયૂષ ખેચંદભાઈ, ખનિલ દલપતભાઈ તથા પ્રદીસિંહ બચુભાનાઓએ ઉકેલ્યો હતો.