(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચામાં ભાગ લેતાં મોદી સરકાર પર આરોપીની જડી વરસાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારે પોતાના મિત્રોના ફાયદા માટે કેબિનેટની મંજૂરી વગર કેટલાક સોદાઓ ખાનગી ક્ષેત્રને આપી દીધા અને લોકોના ટેક્ષના નાણા પાણીમાં ગયા. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં તેમના દાદા ફિરોઝ ગાંધીની યાદ દેવડાવી. ૧૯પ૭માં ફિરોઝ ગાંધીએ મુઘડા એલઆઈસી ગોટાળાનો મુદ્દો સંસદમાં જોરદાર ઉઠાવ્યો હતો. તે મુદ્દે તાત્કાલીન કેન્દ્રીય ટી.ટી.કૃષ્ણમાચારીને અંતે રાજીનામું આપવું પડયું હતું. જેઓ જવાહર નહેરૂના નજીકના હતા. ૧૬ ડિસેમ્બર ૧૯પ૭માં ફિરોઝ ગાંધીએ લોકસભામાં યાદગાર ભાષણ આપ્યું હતું. મુઘડા ગોટાળો આઝાદી પછીનો સૌથી મોટો હતો. વ્યાપારી હરિદાસ મુઘડાની કંપનીના ૧ કરોડ ર૬ લાખના શેર એલઆઈસીએ ખરીદયા હતા. તે કંપનીની કોઈ શાખા ન હતી તેથી એલઆઈસીને ૩૭ લાખનું નુકસાન થયું. ત્યારબાદ સરકારે ૧૯પ૬માં એલઆઈસીનો કાયદો બનાવ્યો હતો. ફિરોઝ ગાંધી નેશનલ હેરાલ્ડ અને નવજીવન દૈનિકના પબ્લિસર હતા. ફિરોઝ ગાંધીએ સંસદમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યા બાદ સરકારે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ એમ.સી.આગલાના એક વ્યક્તિનું તપાસ પંચ બનાવ્યું હતું. અંતે ફિરોઝ ગાંધીના આરોપો સત્ય પૂરવાર થયા હતા. તે ઘટના બાદ પૌત્ર રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવી સંસદને ધ્રુજાવી હતી જે ફિરોઝ ગાંધીની યાદ તાજી કરે છે.
સંસદમાં રાહુલ ગાંધીના ભાષણે ફિરોઝ ગાંધીની યાદો તાજી કરી

Recent Comments