નવી દિલ્હી,તા.૨૭
દિલ્લી જિલ્લા ક્રિકેટ સંઘએ ફિરોજશાહ કોટલા સ્ટેડિયમનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટીનાં નેતા અરૂણ જેટલીનું હાલમાં જ નિધન થયું છે. જેટલી ડીસીસીએનાં અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડનાં ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે.
સ્ટેડિયમનું નામ બદલવાનો સમારોહ ૧૨ સપ્ટેમ્બરનાં આયોજિત કરવામાં આવશે અને આ દિવસે સ્ટેડિમનાં એક સ્ટેન્ડનું નામ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનાં નામ પર રાખવામાં આવશે. ડીડીસીએ ટિ્‌વટર પર સ્ટેડિયમનું નામ બદલવાની જાણકારી આપી. ડીડીસીએ ટિ્‌વટ કર્યું કે, ‘કોટલાનું નામ હવે બદલીને અરૂણ જેટલી સ્ટેડિયમ કરી દેવામાં આવશે. જો કે મેદાનનું નામ ફિરોજશાહ કોટલા જ રહશે. દિલ્લીનાં ઐતિહાસિક સ્ટેડિયમનું નામ બદલવાનો સમારોહ ૧૨ સપ્ટેમ્બરનાં આયોજિત કરવામાં આવશે અને આ દિવસે સ્ટેડિયમનાં એક સ્ટેન્ડનું નામ વિરાટ કોહલીનાં નામ પર હશે.’અરૂણ જેટલીને ડીડીસીએ સ્ટેડિયમને આધુનિક સુવિધાઓથી સજ્જ અને દર્શકોની ક્ષમતા વધારવાની સાથે વિશ્વસ્તરીય ડ્રેસિંગ રૂમ બનાવવાનો શ્રેય જાય છે. સમારંભ જવાહર લાલ સ્ટેડિયમમાં થશે, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને રમત મંત્રી કિરણ રિજિજૂ પણ ભાગ લેશે.