Sports

પ્રથમ ટેસ્ટમાં ભારતની મજબૂત પક્ડ

ગાલે, તા. ૨૭
ગાલેના મેદાન પર શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારતની ટીમ ૬૦૦ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી જેના જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ તેના પ્રથમ દાવમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૫૪ રન કર્યા હતા. મેથ્યુસ ૫૪ રન સાથે અણનમ હતો. ભારત તરફથી સામીએ બે વિકેટ ઝડપી હતી. અગાઉ પુજારાએ ૧૫૩ રન બનાવ્યા હતા. હાર્દિક પંડાાયા પણ ૫૦ રન બનાવી શક્યો હતો. શ્રીલંકા તરફથી પ્રદિપે ૧૩૨ રનમાં છ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ મેચ આજે બીજા દિવસે નિરશ દેખાઈ હતી. ભારત તરફથી પુજારાએ ૨૬૫ બોલ રમીને ૧૫૩ રન કર્યા હાત. રહાણે ૫૩ રન કરીને આઉટ થયો હોત. ગઇકાલે રમત બંધ રહી ત્યારે ભારે ત્રણ વિકેટે ૩૯૯ રન બનાવ્યા હતા. આજે ભારતે બીજા દિવસે તેની ઇનિંગ્સ આગળ વધારી હતી. ગઇકાલે ચેતેશ્વર પુજારા ૧૪૪ અને રહાણે ૩૯ રન સાથે રમતમાં હતા. ભારત તરફથી શિખર ધવને ૧૬૮ બોલમાં ૩૧ ચોગ્ગા સાથે ૧૯૦ રન ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી પણ ૩ રન કરીને આઉટ થયો હતો. શિખર ધવન અને પુજારાએ લાંબી ભાગીદારી નોંધાવી હતી. આ બંનેએ ૨૫૩ રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. શ્રીલંકાના બોલરો પ્રથમ દિવસે નિસહાય દેખાયા હતા. ખાસ કરીને શિખર ધવને શાનદાર બેટિંગ કરીને ચાહકોને રોમાંચિત કર્યા હતા. ભારતે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભારત તરફથી શિખર ધવન અને મુકુંદે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ ટેસ્ટ મેચમાં રાહુલ ઇજાગ્રસ્ત હોવાના કારણે રમી રહ્યો નથી. આ ઉપરાંત મુરલી વિજય પણ ઇજાગ્રસ્ત છે.
ભારત પ્રથમ દાવ :
ધવન – કો. મેથ્યુસ
બો. પ્રદિપ ૧૯૦
મુકુંદ – કો. ડિકવિલ્લા
બો. પ્રદિપ ૧૨
પુજારા- કો. ડિકવિલ્લા
બો. પ્રદિપ ૧૫૩
કોહલી- કો. ડિકવિલ્લા
બો. પ્રદિપ ૦૩
રહાણે- કો. કરુણારત્ને
બો. કુમારા ૫૭
અશ્વિન- કો.ડિકવિલ્લા
બો. પ્રદિપ ૪૭
સહા-કો. પરેરા
બો. હેરાથ ૧૬
પંડ્યા- કો.સિલ્વા
બો. કુમારા ૫૦
જાડેજા- બો. પ્રદિપ ૧૫
સામી – કો. થારંગા,
બો. કુમારા ૩૦
ઉમેશ- અણનમ ૧૧
વધારાના ૧૬
(૧૩૩.૧ ઓવરમાં આઉટ) ૬૦૦
પતન : ૧-૨૭, ૨-૨૮૦, ૩-૩૮૬, ૪-૪૨૩, ૫-૪૩૨. ૬-૪૯૧. ૭-૪૯૫, ૮-૫૧૭, ૯-૫૭૯, ૧૦-૬૦૦.
બોલિંગ :
પ્રદિપ ૩૧-૨-૧૩૨-૬
કુમારા ૨૫.૧-૩-૧૩૧-૩ પરેરા ૩૦-૧-૧૩૦-૦
હેરાથ ૪૦-૬-૧૩૯-૧ ગુનાથિરકે ૭-૦-૪૧-૦.
શ્રીલંકા પ્રથમ દાવ :
કરૂણારત્ને- એલબી.
બો. યાદવ ૦૨
થારંગા- રનઆઉટ ૬૪
ગુનાથિરકા- કો.ધવન
બો.સામી ૧૬
મેન્ડિસ- કો. ધવન
બો. સામી ૦૦
મેથ્યુસ- અણનમ ૫૪
ડિકવિલ્લા-કો. મુકુંદ
બો. અશ્વિન ૦૮
પરેરા- અણનમ ૦૬
વધારાના ૦૪
કુલ (૪૪ ઓવરમાં ૫ વિકેટે) ૧૫૪
પતન : ૧-૭, ૨-૬૮, ૩-૬૮, ૪-૧૨૫, ૫-૧૪૩.