વૉશિંગ્ટન,તા.૧૪
અમેરિકા હવે ’બમ’ ચક્રવાતમાં ફસાયુ છે.જેના પગલે સંખ્યાબંધ રાજ્યોમાં જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. હવામાન વિભાગે પ્રતિ કલાક ૧૧૦ કિમીની ઝડપે વાવાઝોડુ ફૂંકાવાની વ્યક્ત કરેલી આશંકાના પગલે ૧૩૩૯ ફ્લાઈટો રદ કરાઈ છે.લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલો, સરકારી કચેરીઓ અને બજારો બંધ કરવામાં આવ્યા છે. કોલારાડો, વ્યોમિંગ ,નેબ્રાસ્કા, નોર્થ અને સાઉથ ડાકોટા જેવા રાજ્યોમાં ઈમરનજ્નસી જાહેર કરાઈ છે.લોકોને ઘરોની બહાર નહી નિકળવા માટે ચેતવણી આપવામાં આવી છે.તોફાનના કારણે ન્યૂ મેક્સિકો, વિસ્કોન્સિન, મિનેસોટા, ટેક્સાસ, મિશિગન અને આયોવામાં પણ હાલત ખરાબ છે. હાલમાં રસ્તાઓ પર પડી રહેલા બરફના પગલે વાહનચાલકોને ગાડીઓની હેડલાઈટ અને વાઈપર સતત ચાલુ રાખવા માટે તેમજ ખરીદી માટે દુર નહી જવાની સૂચના પણ અપાઈ રહી છે.