(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
આજે સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા દાખલ થયેલ અરજી જેમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને તાત્કાલિક ગૃહમાં બહુમતિ પૂરવાર કરવા આદેશ આપવા માગણી કરાઈ હતી. એ અંગેનો ચુકાદો અમે કાલે આપીશું. ત્રણેય પક્ષો વતી હાજર રહેલ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું કે, જો એમની પાસે બહુમતિ છે તો એ ફલોર ટેસ્ટથી કેમ ડરી રહ્યા છે. સુપ્રીમકોર્ટ સમક્ષ રાજ્યપાલની ઓફિસ તરફથી રજૂઆત કરાઈ હતી કે દેવેન્દ્ર ફડનવીસે ૧૧ અપક્ષ ધારાસભ્યો અને અજીત પવારના સમર્થન પત્રો રજૂ કર્યા હતા જેના લીધે એમને સરકાર રચવા આમંત્રણ અપાયું હતું. વકીલ તુષાર મહેતાએ કહ્યું કે, દાવો ખરો છે કે નહીં એની તપાસ કરવા રાજ્યપાલ બંધાયેલ નથી અને વધુમાં રાજ્યપાલ ફડનવીસ અને અજીત પવાર ઉપર વિશ્વાસ નહીં મૂકે. એવા કારણો એમની પાસે ન હતા. આ સમગ્ર કેસના કેન્દ્રમાં અજીત પવારના એ પત્ર છે જેમાં એમની પાસે પ૪ ધારાસભ્યોની સહીઓ હતી જેના આધારે એમણે ભાજપને સમર્થન આપ્યું હતું. અજીત પવારના વકીલે કહ્યું કે, હું એનસીપી છું. પક્ષના નેતા હોવાની રૂએ મને આ બાબત નિર્ણય લેવાનું અધિકાર છે. સિંઘવીએ જણાવ્યું કે, અજીત પવારે ધારાસભ્યોના પત્રનો દુરૂપયોગ કર્યો છે. આ પત્ર સાથે ધારાસભ્યોના પત્રો પણ નથી. મારી પાસે એનસીપીના એ ધારાસભ્યોના અસલ સોગંદનામાઓ છે જેમાં જણાવાયું છે કે, એ અજીત પવારને સમર્થન નથી આપતા.
દેવેન્દ્ર ફડનવીસને ર૪ કલાકમાં ફલોર ટેસ્ટનો સામનો કરવા આદેશ આપવામાં આવે : કોંગ્રેસની સુપ્રીમકોર્ટમાં રજૂઆત, નિર્ણય આજે

Recent Comments