(એજન્સી) વૉશિંગ્ટન,તા.૪
અમેરિકાના દક્ષિણ કેરોલિનાના ફ્લોરેન્સમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું મોત થયું છે જ્યારે છ અન્ય લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે સાત પોલીસ અધિકારીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસે આપેલી જાણકારી પ્રમાણે શંકાસ્પદ માણસે ફાયરિંગ દરમિયાન ઘરમાં બંધક બનાવી રાખ્યા હતા. અનેક કલાકોની અથડામણ બાદ પોલીસે શંકાસ્પદ યુવકને દબોચી લીધો હતો. ફ્લોરેન્સ સિટીના પ્રવક્તા જોન વુકેલાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. કે ફાયરિંગમાં કેટલાક અધિકારીઓ માર્યા ગયા છે. મેજર માઇક નનએ કહ્યું કે અધિકારી ઘટનાસ્થળ ઉપર વોરંટ સર્વ કરવા ગયા હતા. પરંતુ શંકાસ્પદે ઘરની અંદરથી ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. ત્રણે અધિકારીઓએ એક બુલેટપ્રૂફ ગાડીની મદદથી ઘટના સ્થળે કાઢી શકાય છે.
ત્યારબાદ ગોળીબારનો જવાબ આપી રહેલા વધુ ચાર પોલીસ અધિકારી ઘાયલ થયા છે. ફ્લોરેન્સ પોલીસ ચીફ એલન હેડલરએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “હું ઇચ્છું છું કે, તમે બધા અમારા અધિકારીના પરિવારજનો માટે પ્રાર્થના કરો.
અમેરિકાના ફ્લોરેન્સમાં ગોળીબાર : ૧નું મોત, છ ઘાયલ

Recent Comments