ઉના, તા.૨૪
દીવ વિસ્તારની વીજ ઓફિસમાં કામ કરતા અને ઘોઘલા કોલોનીમાં રહેતા વીજ કંપનીના કર્મચારી દીવની જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટ્રાન્સફોરમાં શોટસર્કિટ થતા ફોલ્ટ રિપેરિંગ કરવા ગયેલા જયદીપ નરોતમ નામના ૨૫ વર્ષનો યુવાન થાંભલા ઉપર ચોટી જતા શોટસર્કિટના કારણે મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથે કામ કરતા અન્ય એક કર્મચારીને ગંભીર ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે. આ બનાવ બનતા અને તેની જાણ ફાયર બ્રિગેડને થતા અધિકારીઓના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયેલા અને ટ્રાન્સફોર ઉપર ચોટી ગયેલા આ કર્મચારીને વીજ પુરવઠો બંધ કરી મૃત હાલતમાં નીચે ઉતારી તેને પીએમ માટે ખસેડાયેલ હતો.