(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૪
વડોદરા મ્યુનિ.કોપોર્રેશનના ફુડ વિભાગ દ્વારા નાતાલના તહેવારને ધ્યાનમાં લઇ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી બેકરીનાં આઉટલેટ્સ ચેકીંગ હાથ ધર્યુ હતું. ટીમે પેસ્ટી અને કેકનાં ૧૯ નમૂના તપાસ માટે લીધા હતા આ નમૂનાને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
શહેરના સયાજીગંજ જેતલપુર રોડ, ફતેગંજ, અકોટા, માંજલપુર અને છાણી વિસ્તારમાં આવેલ જુદી જુદી બેકરીનાં આઉટલેટ્સ પરથી ચોકલેટ કેક, ઓરેંજ સહિતની વિવિધ પેસ્ટી તેમજ સ્વીટ ચોકલેટ કેક, ચીપ્સ વિવિધ કેકનાં નમુના લીધા હતા. મસ્તી દહીં, મરચા પાઉડરનો પણ નમૂનો લીધો હતો. જ્યારે ૩ સ્થળોએ ચોખ્ખાઇ ન હોવાથી ફુડ વિભાગે નોટીસ ફટકારી હતી.
વડોદરામાં પેસ્ટી અને કેકના ૧૯ સેમ્પલ લેબોરેટરી મોકલ્યા

Recent Comments