મોસ્કો, તા. ૨૯
વર્લ્ડકપમાં પ્રથમ રાઉન્ડની મેચોનો દોર આખરે પૂર્ણ થઇ ગયુ છે. ગુરૂવારના દિવસે ચાર મેચો રમાઇ હતી. જે પૈકીની એક મેચમાં પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલે સર્બિયાપર ૨-૦થી જીત મેળવીને અંતિમ ૧૬માં કુચ કરી હતી. હવે તે અંતિમ ૧૬માં મેક્સિકોની સામે ટકરાશે. અન્ય મેચમાં કોલંબિયાએ સેનેગલ પર ૧-૦થી જીત મેળવી હતી. સ્વીત્ઝર્લેન્ડ અને કોસ્ટા રિકા વચ્ચેની મેચ ૨-૨ ગોલથી બરોબર રહી હતી. પોલેન્ડે જાપાન પર ૧-૦થી જીત મેળવી હતી. અંતિમ ૧૬ માટેનો તખ્તો હવે તૈયાર થઇ ગયો છે.
ડેનમાર્ક આગામી દિવસે પહેલી જુલાઇના દિવસે ક્રોએશિયા સામે ટકરાશે. ક્રોએશિયા પણ અંતિમ ૧૬માં પ્રવેશી ગયુ છે. ક્રોએશિયાની ટીમ ગ્રુપ દોરમાં કોઇ મેચ હારી નથી.