મોસ્કો,તા. ૩૦
ફિફા વર્લ્ડકપમાં હવે રાઉન્ડ ૧૬ની શરૂઆત થઇ ચુકી છે. રાઉન્ડ ૧૬ના બીજા દિવસે આવતીકાલે રવિવારના દિવસે પૂર્વ ચેમ્પિયન સ્પેન યજમાન રશિયા સામે ટકરાશે. આ મેચનુ પ્રસારણ લુઝનિકી સ્ટેડિયમથી સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. ડિએગો કોસ્ટા, ઇનેસ્ટા સહિતના અનેક સ્ટાર ખેલાડીઓ ધરાવતી ટીમ યજમાન રશિયા સામે હોટફેવરીટ ટીમ તરીકે મેદાનમાં ઉતરનાર છે. રશિયાએ વર્લ્ડ કપમાં આ વખતે શરૂઆતની બે મેચો જીતીને તમામને ચોંકાવી દીધા હતા. મોટા અંતરથી બન્ને મેચો જીતી હતી. આવી સ્થિતીમાં આવતીકાલે તેની પાસેથી પણ રશિયન ચાહકો મોટી આશા રાખી રહ્યા છે. બીજી મેચ ક્રોએશિયા અને ડેનમાર્ક વચ્ચે રમાનાર છે. આ મેચનુ પ્રસારણ નિઝની ખાતેથી રાત્રે ૧૧.૩૦ વાગેથી કરવામાં આવનાર છે.