મોસ્કો,તા. ૩
વર્લ્ડ કપ ૨૦૧૮માં રાઉન્ડ-૧૬ની મેચમાં બેલ્જિયમની જાપાન પર ૩-૨થી જીત થઇ હતી. એ વખતે એવુ લાગતુ હતુ કે જાપાન અપસેટ સર્જીને બેલ્જિયમ પર જીત મેળવી લેશે. જો કે આશ્ચર્યજનક રીતે વાપસી કરીને બેલ્જિયમે અંતે જાપાન પર જીત મેળવી હતી. આની સાથે જ ક્વાર્ટર ફાઇનલમા કુચ કરી લીધી છે. જ્યાં તે બ્રાઝિલની સામે ટકરાશે. એક સમય બે ગોલથી બેલ્જિયમની ટીમ પાછળ હતી. જો કે બીજા હાફમાં શાનદાર રમત રમી હતી. રોસ્તોવ ઓન ડોનમાં રમાયેલી મેચમાં પ્રથમ હાફમાં બંને ટીમોએ ગોલ કરવાના અનેક પ્રયાસ કર્યા હતા. જો કે બંનેને સફળતા મળી ન હતી. જો કે બીજા હાફમાં પાંચ ગોલ થયા હતા. ગેંકી હરાગુચીએ ૪૮મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. ચાર મિનિટ બાદ તકાશીએ બીજો ગોલ કરી દીધો હતો. ત્યારબાદ બેલ્જિયમના ખેલાડીઓએ કમાલ બતાવ્યો હતો. જૈન વેર્ટોઘને ૬૯મી મિનિટમાં ગોલ કર્યો હતો. મેરોન ફેલેનીએ બીજો ગોલ કરીને ટીમને બરોબરી પર લાવી દેવામાં સફળતા મેળવી હતી. નેસર ચાડલીએ એકસ્ટ્રા ટાઇમમાં ગોલ કરીને મેચ પોતાની ટીમને જીતાડી દીધી હતી. મેચના ૮૫મી મિનિટમાં જાપાનને બે તક મળી હતી. જો કે બંને વખત બેલ્જિયમના ગોલકિપર થિબોટે જાપાનની આશા પર પાણી ફેરવી દીધુ હતુ.
જાપાનની ટીમ આ પહેલા વર્ષ ૨૦૦૨ અને ૨૦૧૦માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. જો કે બંને વખતે હારી ગઇ હતી.