ડર્બી, તા. ૨૦
લાખો ફુટબોલ ચાહકો આજે વહેલી પરોઢે એ વખતે નિરાશ થયા હતા જ્યારે સ્ટાર ખેલાડીઓથી ભરપુર બે ટીમો વચ્ચે રમાયેલી મેચ કોઇપણ ગોલ વગર ડ્રોમાં પરિણમી હતી. રિયલ મેડ્રિડ અને એટલેન્ટિકો વચ્ચે રમાયેલી આ મેચમાં કોઇપણ ટીમ ગોલ કરી શકી ન હતી. આની સાથે જ આ બંને ટીમો પોઇન્ટ ટેબલમાં ટોપ ઉપર રહેલા બાર્સેલોનાથી ૧૦ પોઇન્ટ પાછળ છે. લા લીગાની અતિમહત્વપૂર્ણ આ મેચમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને ગ્રીઝમેન જેવા સ્ટાર ખેલાડીઓ નજરે પડ્યા હતા. પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને ફ્રાંસના ગ્રીઝમેનને ગોલ કરવાની કોઇ તક મળી ન હતી. બંને ખેલાડીઓએ ગોલ કરવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ નિરાશા હાથ લાગી હતી. લા લીગા પોઇન્ટ ટેબલમાં બાર્સેલોના ૧૧ જીત સાથે ૩૪ પોઇન્ટ ધરાવે છે અને તે પ્રથમ સ્થાને છે. જ્યારે રિટલ મેડ્રિડ અને એન્ટલેન્ટિકો ૧૨-૧૨ મેચોમાં ૨૪-૨૪ પોઇન્ટ ધરાવે છે. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ફૂટબોલ ચાહકો ડર્બીમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર ખેલાડીઓને જોવા માટે પડાપડી રહી હતી. ગ્રીઝમેન ઉપરાંત અન્ય સ્ટાર રહ્યા હતા. ફ્રાંસના આ ફોરવર્ડ ખેલાડીએ અધવચ્ચે જ મેદાન છોડી દેવાની ફરજ પડી હતી. બીજી બાજુ કોસ્ટાએ સારી રમત રમી હતી. કરીમ બેન્ઝમા કોઇ ગોલ કરવામાં સફળ રહ્યો ન હતો. ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ ફ્લોપ રહ્યો હતો. બાર્સેલોના સૌથી આગળ છે.