બર્લિન,તા.૧૦
સ્પેનિશ ક્લબ રિયલ મૈડ્રિડના કેપ્ટન સર્જિયો રામોસે માન્યું કે આ વર્ષે લિવરપૂલ વિરૂદ્ધ થયેલ યૂરોપિય ચેમ્પિયંસ લીગની ફાઇનલ બાદ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. શનિવારે સ્પેને યૂરોપિય નેશંસ કપના પોતાના પ્રથમ મુકાબલામાં ઇંગ્લેન્ડને ૨-૧થી હરાવ્યું હતુ. રામોસ સ્પેનની રાષ્ટ્રીય ટીમના પણ કેપ્ટન છે.
આ વર્ષે મેં મહિનામાં ઇઁગ્લિશ ક્લબ લિવરપૂલ વિરૂદ્ધ થયેલ ફાઇનલ મુકાબલામાં સ્ટાર ફોરવર્ડ મોહમ્મદ સલાહ અને રામોસ વચ્ચે ટક્કર થઇ હતી. જેના પછી સલાહને ખભામાં થયેલ ઇજાના કારણે મેચમાંથી બહાર થવુ પડ્યું હતું અને ફિફા વિશ્વ કપમાં પણ તદે ૧૦૦ ટકા ફીટ ન હતોય રિયલે તે મુકાબલો ૩-૧થી જીતી લીધો હતો.
રામોસે કહ્યું,”ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેદાન પર ઉતરતા સમયે દર્શકોએ મારૂ સારી રીતે સ્વાગત કર્યુ ન હતું, પરંતુ હું આ બધી વસ્તુઓનો પ્રભાવ મારી રમત પર પડવા દેતો નથી. તમામ લોકોને યાદ છે કે, ફાઇનવલમાં સલાહને મેં પાડી દીધો હતો, પરંતુ કોઇને પણ યાદ નથી કે મારા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામા આવી હતી.”
તેમણે કહ્યું,”આ ખુબ જ સંવેદનશીલ મુદ્દો છે, લોકો ભલે આને એક મજાક તરીકે લઇ શકે છે, પરંતુ મને સત્ય ખબર છે અને મારે કોઇને પણ સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી.”