– દિનેશ શુકલ

પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારે સઉદી અરેબિયાની ઉદારનાણાકીય મદદથી સ્થપાનાર ‘નાટો’ જેવા ઈસ્લામિક લશ્કરી સંગઠનના વડા તરીકે પાકિસ્તાનના પૂર્વ લશ્કરી વડા જનરલ રાહીલ શરીફને સુપ્રીમ કમાન્ડર ઈન ચીફ તરીકેની નિમણૂંકને લીલી ઝંડી આપી છે. આ સંગઠનનો મુખ્ય હેતુ આતંકવાદ સામે લડવાનો છે. સઉદી અરેબિયાના રાજા સલમાન બીન અબ્દુલ અઝીઝની નિમણૂંક કરી દીધી છે. પણ એ પહેલાં તેમણે પાકિસ્તાનની સરકારને પૂછ્યું પણ નથી ! ર૦૧પમાં સઉદી અરેબિયાના યમન યુદ્ધ વખતે પાકિસ્તાને તેમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો. તેને કારણે સઉદી અરેબિયા પાકિસ્તાન પ્રત્યે સખત નારાજ થયું હતું. પણ હવે એમ લાગે છે કે હવે એ નારાજી દૂર ગઈ હશે !

શું પાકિસ્તાન આ ઓફરનો ઈન્કાર કરી             શકશે ? વાસ્તવિક રીતે જોઈએ તો તે ઈન્કાર નહીં કરી શકે. ર૦૧પ-૧૬માં પાકિસ્તાનના અન્ય દેશોમાં કામ કરતા કર્મચારીઓ ર૦ બિલિયન ડોલર સ્વદેશમાં પાકિસ્તાનમાં મોકલ્યા હતા. તે પૈકી ૧૦ બિલિયન ડોલરનો સઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)માંથી મોકલવામાં આવ્યા હતા; તો યુએસએ અને યુકે બંને દેશોમાંથી માત્ર પાંચ બિલિયન ડોલર જ મોકલવામાં આવ્યા હતા. પણ એ વખતે સઉદી અરેબિયા અને યુએઈ યમનમાં યુધ્ધ લડતા હતા, તે વખતે યમનમાં પાકિસ્તાને પોતાનું લશ્કર મોકલવાનો ઈન્કાર કર્યો હતો. કારણ કે તે વખતે પાર્લામેન્ટે તે માટે મંજૂરી આપી ન હતી. અને તેથી તે વર્ષે સ્વદેશમાં મોકલવામાં આવતા નાણાં હેમિટન્સીસમાં આશરે ૧૪ ટકાનો ઘટાડો થયો હતો. દરમ્યાન એવા સમાચાર આવ્યા કે રાજા સલમાન ર૦૧૭માં ભારતની મુલાકાતે જવાના છે !

પાકિસ્તાનની બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ જોતાં આરબ દેશોને નાખુશ કરવાનું પાકિસ્તાનને જરા પણ પોસાય તેમ નથી.

આ બાજુ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાનને આપવામાં આવનારી મદદમાં ધરખમ કાપ  મૂકે એવી શક્યતા છે. નાણાકીય મદદથી પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને જરૂરી સહાય કરે છે, અને ટ્રમ્પ તો આમેય તે દેશોના ખાસ વિરોધી છે. બીજી બાજુ ટ્રમ્પને ભારત સામે ઝાઝો વાંધો નથી, ભારતને તેમની સામે જરૂર વાંધો છે. કારણ કે એચ-૧ બી વીઝા પર અંકુશ મૂકવાનું વિચારી રહ્યા છે. ઉપરાંત અમેરિકા વૈશ્વિક સ્તરે ચાઈના સાથે સંબંધો બગાડવાનું ઈચ્છતું નથી. બંને વચ્ચે મોટા પ્રમાણમાં વેપારી સંબંધો છે. નિવૃત્ત જનરલ રાહીલ શરીફની નિમણૂંક સઉદી અરેબિયા અને યુએઈમાંથી પાકિસ્તાની કામદારોને ખદેડી મૂકવા સામે એક પ્રકારની બાંયધારી આપે છે. પાકિસ્તાન ભારતનો લગભગ આંધળો વિરોધ કરે છે અને તેથી પાકિસ્તાન ચીન તરફ વધુ ઢળવા લાગ્યું છે અને રશિયા સાથે પણ સંબંધો સુધારવાનો પ્રયાસ તે કરે છે. પણ વધુ વાસ્તવિક દૃષ્ટિકોણ ધરાવતું ચાઈના જેવા સાથે તેવા (ટીટ ફોર ટેટ)નો અભિગમ સ્વિકારવા તૈયાર નથી. સઉદી અરેબિયા પણ એ રીતે વર્તતું નથી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ઈરાન સાથે જે અણુસંધિ સમજૂતી કરી, તેનાથી અમેરિકા ઠીક ઠીક પ્રમાણમાં નારાજ થયેલ. પણ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી તેમની નારાજી અમુક પ્રમાણમાં દૂર થઈ.

ભારતના વડાપ્રધાન્સ્વ નહેન્દ્ર મોદી દેશના આર્થિક હિતોને વધુ મહત્ત્વ આપે છે. જ્યારે પાકિસ્તાન એવું કહી શકતું નથી. કારણ કે પાકિસ્તાનના આઈ.એસ. આર. (ડીપ સ્ટેટ) પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારને એમ કરવા નહીં દે.

ઈરાન ભારતમાં આશરે ૧૬.પ ટકા જેટલા ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે. ક્યારેક તો ટ્રાન્સપોર્ટ માટેના નાણાં પણ ઈરાન ખુદ ચૂકવે છે. ઉપરાંત ભારત ઈરાનમાં આબહાર બંદરનું નિર્માણ કરી રહેલ છે. તો ચાઈના પાકીસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ ગ્વાદર બંદર બાંધી રહેલ છે. જેથી તે પોતાનો માલસામાન આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા દેશો અને મધ્યપૂર્વના દેશોમાં સરળતાથી મોકલી શકે. પણ જો ભારત ગલ્ફ દેશોમાંથી જે ઓઈલ ખરીદે છે. તે જાણીને તેને ચોક્કસ આઘાત લાગે.

ર૦૧૬માં ભારતે યુ.એ.ઈ.માં ૭પ બિલિયન ડોલરના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કર્યું છે. અને પોતાની જરૂરિયાતના આશરે ૧પ ટકા જેટલું ક્રૂડ ઓઈલ ભારતને યુએઈમાંથી ખરીદશે. સઉદી અરેબિયામાં ભારતના આશરે એક લાખ ત્રીસ હજાર જેટલા કામદારો કામ કરે છે. જ્યારે પાકિસ્તાનના ૯ લાખ જેટલા કામદારો સઉદી અરેબિયામાં કામ કરે છે. ઈરાન અને યુએઈ બંને માટે ભારત અત્યંત ઉપયોગ પાર્ટનર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ અને સઉદી અરેબિયાની જે મુલાકાત લીધી તેને પાકિસ્તાનના ભક્તોને ખાસા નાખુશ કર્યા.

વડાપ્રધાન મોદી આર્થિક વિકાસ પર વધુ ભાર મૂકે છે. (ઈકોનોમી ફર્સ્ટ) તો પાક. વડાપ્રધાન નવાઝ શરીફે પણ ભારત કેન્દ્રિ અભિગમ રાખવાને બદલે પોતાના દેશના ટૂંકા અને લાંબાગાળાના હિતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નવાઝ શરીફની ર૦૧૩ની ચૂંટણીમાં જીત્યા હતા, તે વખતે  તેમણે જણાવ્યું હતું કે અમે ભારત સાથેના સંબંધો ફ્રી ટ્રેડ મારફતે સંબંધો સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

ખરેખર ચાઈના પાકિસ્તાનની સાંકડી વિચારણાને દૂર કરવાનો પ્રયાસ કરે છે. ઈરાન અને સઉદી અરેબિયામાં પાકિસ્તાનને મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરવું જોઈએ. સઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ દેશોમાંથી ભારત ઘણા મોટા પ્રમાણમાં ઓઈલ અને નેચરલ ગેસની આયાત કરે છે. ઉપરાંત જાન્યુઆરી ર૦૧પના આંકડા અનુસાર આશરે ૭૩ લાખ જેટલા નોન રેસિડેન્ટ ઈન્ડિયનો આ વિસ્તારમાં રહે  છે અને તેઓ ૩૬ બિલિયન ડોલર   હેમિટન્સીસ ભારતમાં મોકલે છે.