(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ફ્રાન્સે જણાવ્યું કે ન્યૂયોર્કમાં સંયુક્‌ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના મુદ્દા અંગે ચર્ચા કરવાની ચીનના એક સભ્ય દ્વારા નવેસરથી કરવામાં આવેલી વિનંતીનો પેરિસે બુધવારે વિરોધ કર્યો છે. ફ્રાન્સના રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ફરી એક વાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની ચીનની વિનંતીની પેરિસે નોંધ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે કાશ્મીર મુદ્દા અંગે ફ્રાન્સનું વલણ કે સ્થિતિ બદલાઇ નથી. ફ્રાન્સનું એવું વલણ છે કે ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઇએ. ફ્રાન્સે એવું પણ કહ્યું કે ઘણા પ્રસંગોએ અમે કહ્યું છે અને તેનો પુનરોચ્ચાર કરવાનું ચાલુ રાખીશું. આફ્રિકાના એક દેશ સાથે સંબંધિત મુદ્દા અંગે ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. ચીને અન્ય કોઇ પણ બિઝનેસ પોઇન્ટ્‌સના એજન્ડા હેઠળ કાશ્મીર મુદ્દા અંગે ઇરાદાપૂર્વક વિનંતી કરી હતી.