(એજન્સી) પેરિસ, તા.૨૫
પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થનારા ભારતના હજારો લોકોના બલિદાન યાદ કરવા માટે ફ્રાન્સના વિલર્સ ગુસ્લૈનમાં રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવે છે. આ સ્મારકનું આગલા મહિને ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના ટોચના પ્રતિનિધિઓ હાજર રહેશે. જુલાઇ ૧૯૧૪ થી નવેમ્બર ૨૦૧૮ની વચ્ચે લડવામાં આવેલા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યની તરફેણમાં ભારતીય સૈન્યના ૧૦ લાખથી વધારે જવાન બેલ્જિયમ, ફ્રાંસ, પૂર્વ આફ્રિકા અને ઇરાક મોકલવામાં આવ્યા હતાં. તેમાં ૭૪ હજારથી પણ વધુ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોનું યોગદાન પ્રથમવાર સરકારી રીતે યાદ કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ સેવાઓ સાથે જોડાયેલ સંસ્થા યુનાઈટેડ સર્વિસ ઇન્સ્ટિટયુશનલ ઓફ ઇન્ડિયા (યુએસઆઈ)ના સચિવ સ્ક્વોડ્રન લીડર ( સેવાનિવૃત) રાણા ટીએસ ચિન્નાએ કહ્યું કે ‘નવેમ્બરમાં પ્રથમ વિશ્વયુદ્ધના ૧૦૦ વર્ષ પૂરા થવાના છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય જુવાનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જો ભારતીય સેના યોગ્ય સમયે મદદ માટે ન આવી હોત તો આ યુદ્ધનું પરિણામ કંઈક અલગ જ હોત. ઇતિહાસમાં ક્યાંય પણ ભારતીય જવાનોએ યોગદાન આપ્યું નથી. ‘ચિન્નાએ કહ્યું કે ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કરવા, તેમના બલિદાનને માન આપવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ફ્રાન્સમાં ભારતીય લશ્કરી સ્મારક બનાવવામાં આવે છે.
ચિન્ના અનુસાર, ‘સ્મારક માટે ફ્રાન્સ સરકારે જમીન આપી છે અને આ યુએસઆઈ, ભારતીય સેના અને ભારત સરકારની મદદથી બનાવવામાં આવેલ છે. સ્મારક પર અશોક ચક્ર ઉપરાંત, સિંહ અને કેસરિયા ગૅન્ડેનાં ફૂલોનો સમાવેશ કરવામાં આવશે. ‘વિદેશમાં ભારતનું આ બીજું રાષ્ટ્રીય સ્મારક છે.