અમદાવાદ,તા.૧૫
હાઈકોર્ટની ટકોર બાદ શહેરની ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે. દિવસેને દિવસે નવતર પ્રયોગ હાથ ધરી લોકોમાં ટ્રાફિક પ્રત્યે અવરનેસ આવે તેના માટે પ્રયત્નો કરી રહી છે. ત્યારે આજે વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે રોડની ડાબી બાજુએ વળતા લોકોને પડી રહેલી મુશ્કેલીઓને રોકવા માટે એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી વાહન ચાલકોને ફાયદો પણ થશે અને સમય પણ બચશે. ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પેઇનને ‘ફ્રી લેફ્ટ’કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રોડ પર ગ્રીન લાઇન ડ્રો તૈયાર કરવામાં આવી છે. આ ગ્રીન લાઇન ડાબી બાજુએ જનારા વાહન ચાલકો માટે બનાવામાં આવી છે. આ લાઇન ક્રોસ કરનારા વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં જો આ પ્રયોગ સફળ થશે તો મોટા જંકશન પંચવટી ચાર રસ્તા તથા પકવાન ચાર રસ્તા પર શરૂ કરવાની વિચારણા પોલીસ દ્વારા કરવામાં આવી છે.