પેરિસ,તા. ૨
પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. બીજા ક્રમાંકિત જર્મનીની જ્વેરેવ એક મેચ પોઇન્ટ બચાવી લીધા બાદ જોરદાર વાપસી કરીને જીત મેળવી લેવામાં સફળ રહ્યો હતો. જ્વેરેવે બોસ્નિયાના દામિર પર ચાર કલાક સુધી ચાલેલી મેરેથોન મેચમાં ૬-૨, ૩-૬, ૪-૬, ૭-૬ અને ૭-૫થી જીત મેળવી હતી. આની સાથે જ ચોથા રાઉન્ડમાં આગેકુચ કરી ગયો હતો. બીજી બાજુ મહિલા વર્ગમાં ચોથી ક્રમાંકિત ખેલાડી સ્વીટોલિના ઉથલપાથલનો શિકાર થઇ હતી. બીજી બાજુ જોકોવિક પણ ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જોકોવિકે સ્પેનના રોબર્ટો અગુત પર ત્રણ કલાક અને ૪૮ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૪, ૬-૭, ૭-૭ અને ૬-૨થી જીત મેળવી હતી. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. નડાલ સામે જે ખેલાડીઓ પડકાર ફેંકી શકે છે તેમાં ડોમેનિક થીમ, જર્મન સ્ટાર જ્વેરેવનો સમાવેશ થાય છે. પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે જે આ વખતે ૨૨માં ક્રમાંકિત ખેલાડી તરીકે છે. ડ્રો ખુબ જ રોમાંચક રહ્યા બાદ ઉત્સુકતા વધી ગઈ છે. બે વખતની વિજેતા અને ગ્લેમર ગર્લ શારાપોવા, અજારેન્કા પણ આશાવાદી દેખાઈ રહી છે.