(એજન્સી)                                          ગાઝા  તા. રર

ગાઝા લશ્કરી ફિલ્ડ કોર્ટે રવિવારે સવારે અલ-કાસમના કમાન્ડર માઝેન ફુકહાના હત્યારા સામે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

ગાઝાના ગૃહ અને રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે લશ્કરી અદાલતે અશરફ એ.એલ. અને હિશામ એમ.એ. તથા ત્રીજા દોષિત અબ્દુલ્લાહ એ.એન., જે રામલ્લાહમાં પેલેસ્ટિનિયન ઓથોરિટી (પીએ) સાથે અધિકારી તરીકે કામ કરતો હતો તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

મૃત્યુદંડની જાહેરાત બાદ ગાઝા શહેરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં, લશ્કરી ન્યાય કમિશને પુષ્ટિ આપી હતી કે આ ચુકાદો અંતિમ છે અને અપીલ કરી શકાશે નહીં અને સક્ષમ સત્તાવાળાઓ દ્વારા એકવાર બહાલી આપવામાં આવે તે જરૂરી છે.  લશ્કરી ન્યાય કમિશનના વડા, નાસર સુલેમાને ધ્યાન દોર્યું કે લશ્કરી કાર્યવાહીએ તપાસ પૂરી કરી, આરોપ તૈયાર કર્યો અને આ કેસને લશ્કરી ક્ષેત્રની અદાલતમાં ઉલ્લેખ કર્યો, જેની રચના કેસના સંજોગોને કરવામાં આવી હતી. સુલેમાને પુષ્ટિ આપી હતી કે ફિલ્ડ કોર્ટે ચુકાદો બહાર પાડતા પહેલા ફરિયાદપક્ષ અને બચાવપક્ષને પૂરતો સમય આપ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે કાયદાએ સહયોગીઓ સામે પ્રતિબંધો કડક કર્યા છે તેમ છતાં, તે એવા લોકોને એક તક આપે છે જે સજાને હળવી કરાવવા માટે પોતાની જાતને બદલી કાઢે.  ગાઝા ગૃહ મંત્રાલયે ગત મંગળવારે ફૂકહાની હત્યાની વિગતો બહાર પાડી હતી, તેમાં સામેલ ત્રણ સહયોગીઓની કબૂલાત પણ પ્રકાશિત કરી હતી અને ગાઝા પટ્ટીમાં શરૂ કરાયેલા મોટા સુરક્ષા અભિયાનમાં ૪૫ સહયોગીઓની ધરપકડ કરવાની જાહેરાત કરી હતી.

૨૪ માર્ચ, ૨૦૧૭ના રોજ અજ્ઞાત બંદૂકધારીઓએ ભૂતપૂર્વ કેદી ફુકહાની તેના ઘરની સામે હત્યા કરી હતી. હમાસની સશસ્ત્ર પાંખ, અલ-કાસમ બ્રિગેડે હત્યા માટે ઇઝરાયેલને જવાબદાર ગણાવ્યું હતું.

ઉત્તરીય પશ્ચિમી તટ પ્રદેશમાં આવેલ તુબાસ શહેરના ૩૮ વર્ષીય ફુકહાએ પ્રતિકારક ઓપરેશનની યોજના કરવા માટે ઇઝરાયેલી જેલમાં ૯ વર્ષ ગાળ્યા હતા જેમાં ૨૦૦૨ દરમિયાન ૧૧ ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા.

ઈઝરાયેલે ફૂકહા ઉપર પશ્ચિમી તટમાં આવેલ અલ-કાસમ બ્રિગેડના કમાન્ડર હોવાનો તેમજ અલ-ખલિલમાં ૩ ઇઝરાયેલી સૈનિકોનું અપહરણ કરી મારી નાખવાના આદેશ આપવાનો આરોપ મૂક્યો હતો.