અમરેલી, તા.૧૯
જાફરાબાદમાં એસબીઆઈ દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રશ્નો બાબતે પડતી મુશ્કેલી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં લાવતા જાફરાબાદ વેપારી એસોસિએશન દ્વારા આગામી ૨૫ એ ગામ બંધ તેમજ એસબીઆઈ બેંકમાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારેલ છે. છેલ્લાં આઠ દિવસની અંદર પાસબુકમાં એન્ટ્રી કરવા નવા મશીનો તેમજ બે નવા એટીએમ તેમજ અભણ ગ્રાહકો માટે ગ્રાહક મિત્રની નિમણૂક કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.
જાફરાબાદ એસબીઆઈ બેંકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી માટે અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ રજૂઆત ધ્યાને લેવામાં ના આવતા વેપારી એસોસિએશન દ્વારા બેંક મેનેજરને રૂબરૂ મળી બેંકમાં ગ્રાહકોને થતી હેરાનગતિ મુદ્દે રજૂઆત કરી હતી. ગ્રાહકો માટે પાસબુકમાં એન્ટ્રી કરવા નવા મશીનો મૂકવા તેમજ નવા બે એટીએમ તેમજ બેંકમાં પૂરતા પ્રમાણમાં કરન્સી તેમજ ગ્રાહકો સાથે દર મહિને મીટિંગ કરવી, અભણ ગ્રાહકો માટે કાયમી ગ્રાહક મિત્રની નિમણૂક કરવી, બહારથી આવતા ઉપલા વર્ગના અધિકારીઓએ ગ્રાહકો સાથે મીટિંગ કરવી તેમજ બેંક અને ખાતેદારો વચ્ચે થતાં વ્યવહાર અંગે બેંક ચાજીર્સની સમજણ આપવી વગેરે બાબતે જો આઠ દિવસમાં નિરાકરણ નહીં આવે તો આગામી ૨૫ મીએ ગામ બંધ તેમજ બેંકમાં તાળાબંધી કરવા જેવી ચીમકી ઉચ્ચારેલ હતી.
જાફરાબાદ વેપારી એસો. દ્વારા રપમીએ ગામ બંધ તથા બેંકમાં તાળાબંધીની ચીમકી

Recent Comments