(એજન્સી) પટણા, તા.૯
રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી મોટાપાયે ચર્ચા હાથ ધરાઈ છે. બેઠકમાં મહાગઠબંધન ચર્ચા હાથ ધરાઈ છે. બેઠકમાં મહાગઠબંધનમાં વધુ પક્ષોને સામેલ કરવા અંગે વિચાર કરાયો હતો.
ગુરૂવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને રાજદ નેતા તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. ત્યારબાદ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહેલ અને તેજસ્વી યાદવ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ખુલ્લા મને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે ગઠબંધનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાની ચર્ચા થઈ હતી. જો સ્થિતિ પેદા થાય તો એનડીએના સાથી દળો રામવિલાસ પાસવાન અને ઉર્મેન્દ્ર કુશવાહાને મહાગઠબંધનમાં સામેલ કરવાનો વિચાર સારો છે. એનડીએની બેઠકમાં કુશવાહા ગેરહાજર રહ્યા હતા. ભાજપ સાથે ગઠબંધન અંગે નીતિશકુમારે પણ નકારાત્મક વાત કરી છે. તેઓ ભાજપથી નારાજ છે. જેમાં નોટબંધી, કૃષિ વિમાની નીતિ અંગે ટીકા કરી છે. નીતિશકુમારે એનડીએ છોડી ર૦૧પમાં રાજદ સાથે મહાગઠબંધન બનાવ્યું હતું.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, એનડીએમાં નીતિશકુમાર અને પાસવાન રહેશે તો એનડીએ સત્તા ગુમાવશે. નીતિશ અમને નુકસાન કરી શકતા નથી. તેમણે બિનસાંપ્રદાયિક મતો ગુમાવ્યા છે. તેઓ કુર્મી મતો મેળવશે. પરંતુ બિનસાંપ્રદાયિક મતો ગુમાવશે. કોંગ્રેસ બિહારમાં તેનું સંગઠન મજબૂત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કુશવાહા અને પાસવાનને છોડી નીતિશકુમારને મહાગઠબંધનમાં સામેલ કરવાના પક્ષમાં કોંગ્રેસ નથી.