(એજન્સી) ચેન્નાઈ, તા.૧પ
તામિલનાડુમાં ૪૦થી વધુ રાજકીય પક્ષો અને સંગઠનોએ અયોધ્યા કેસમાં સુપ્રીમકોર્ટે આપેલ ચુકાદાનો વિરોધ કરવા હાથ મિલાવ્યા છે જે ચુકાદામાં સુપ્રીમકોર્ટે રામમંદિર બાંધવા પરવાનગી આપી છે. બુધવારે તમિઝાગા વઝુવુરિમાઈ કટચી, વિદુથાલાઈ ચિરૂથાઈગલ કટચી અને ૧૭મી મેના ચળવળકારી સંગઠને ફાસીવાદી વિરૂદ્ધ ગઠબંધન રચવા જાહેરાત કરી હતી. આ ગઠબંધન સુપ્રીમકોર્ટના ચુકાદાનો ર૧મી નવેમ્બરે ચેન્નાઈમાં વિરોધ કરશે. ચળવળકારી એસ.પી.ઉદયકુમારે કહ્યું કે, ગઠબંધન ચુકાદાને સર્વસંમતિની વખોડી કાઢે છે. એમણે કહ્યું કે, આ ચુકાદો આપણા દેશની બિનસાંપ્રદાયિક ઓળખના હિતમાં નથી. અમોએ સ્પષ્ટ વલણ લીધું છે કે, આ ચુકાદો ભારતના ભવિષ્યના રાજકારણના હિતમાં નથી. એમણે મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોની ઝાટકણી કાઢતા કહ્યું કે, આ પક્ષો કોર્ટના ચુકાદાનો વિરોધ કેમ નથી કરતા. ઘણા બધા રાજકીય પક્ષો દંભી વલણ દર્શાવે છે. આ પક્ષો વિચારણા નથી કે આ ચુકાદાની આપણા ઉપર કેવી અસર પડશે. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે બેવડા ધોરણો નહીં અપનાવે. નવા ગઠબંધનના એક અન્ય નેતા થિરૂમુગમ ગાંધીએ કહ્યું અમે કોર્ટના નિર્ણય વિરૂદ્ધ એક સાથે આવી રહ્યા છીએ જેમાં કોર્ટે માળખાને તોડનારાઓને જ મંદિર બાંધવા મંજૂરી આપી છે.