અમરેલી, તા.૨૬
અમરેલીની ચક્કરગઢ રોડ ઉપર આવેલ નામાંકિત શૈક્ષણિક સંસ્થા વસંતબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં અનેક વખત વિદ્યાર્થિનીઓના આકસ્મિક રીતે શંકાસ્પદ મોત નિપજ્યા છે. ત્યારે આ સંસ્થામાં વધુ એક વિદ્યાર્થિનીનું શંકાસ્પદ રીતે મોત નિપજતા ભારે ચકચાર જાગેલ છે ગઈકાલે રાત્રિના ૨૦ વર્ષની વિદ્યાર્થિની નવરાત્રિના રાસ ગરબા લેતી વખતે અચાનક ચક્કર આવી પડી જતા તેનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી.
અમરેલીની નામાંકિત શૈક્ષણિક સંસ્થા કે જેમણે હમણાં જ રાજ્ય સરકાર હસ્તક મેડિકલ કોલેજ મંજુર થઇ છે તે ચક્કરગઢ રોડ ઉપર આવેલ વસંતબેન હરીભાઈ ગજેરા સંકુલમાં કોમર્ષના પહેલાં વર્ષમાં ઇંગ્લીશ મીડિયમમાં ત્યાં જ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી પલક જીવણભાઈ હિરપરા (ઉ.વ.૨૦) રહે.નવા ખીજડીયાવાળી નવરાત્રી ચાલી રહી હોઈ જેથી આ સંસ્થા દ્વારા સંકુલના પટાંગણમાં જ અન્ય વિદ્યાર્થિની સાથે ગરબા લેતી હોઈ અને અચાનક તેને ચક્કર આવતા પડી જતા તેને સારવારમાં હોસ્પિટલમાં લઇ જતા ત્યાં તેણીને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે સંસ્થા દ્વારા વિદ્યાર્થીનીના પિતા જીવણભાઈ દેવજીભાઈ હિરપરાને જાણ કરતાં તેવો તેમના મિત્ર સાથે અમરેલી આવી પહોંચ્યા હતા અને તેમની પુત્રીની લાશ જોઈ ભાંગી પડ્યા હતા બનાવ અંગે વિદ્યાર્થીના પિતા જીવનભાઈએ સિટી પોલીસમાં જાહેર કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાં અગાઉ પણ ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓના શંકાસ્પદ રીતે મોત નીપજી ચૂક્યા છે. ત્યારે વધુ એક આ બનાવથી શહેરભરમાં ભારે ચકચાર મચેલ છે.